તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાન:વિરમગામમાં લગ્નના માંડવેથી યુગલે રામમંદિર માટે નિધિ આપી

વિરમગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંદિર નિર્માણ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી

હિન્દુ સમાજના 492 વર્ષના પ્રદીર્ધ અને સાતત્યપૂર્ણ સંઘર્ષ પછી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લાનું ભવ્ય મંદિર નિકટ ભવિષ્યમાં સાકાર થશે. હિન્દુ ધર્મ - સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન આ મંદિર વાસ્તુકલામાં પણ અદ્રિતિય હશે. દેવોને પણ દુર્લભ તેવી ભગવાનની જન્મભુમી પર નિર્માણ પામનાર આ ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ હેતુ મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા અર્થાત દિનાંક 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી 2021 સુધી સંપુર્ણ દેશમાં 4 લાખ ગામોમાં 13 કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે “વ્યાપક નિધિ સમર્પણ અભિયાન” વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ વિચારની સંસ્થાઓ દ્વારા ચાલવવામાં આવવામાં આવી રહ્યુ છે.

ત્યારે વિરમગામના જાણીતા સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં કણઝરીયા પરિવારના મિલનભાઇ મુકેશભાઇ કણઝરીયાના લગ્ન યોજાયેલા સમારંભમાં ચોરીના માંડવીથી નવયુગલ દ્વારા શ્રી રામજન્મભૂમિ તિર્થક્ષેત્ર માટે 5001 નિધિ સમર્પણ કર્યુ હતુ. આ શુભ પ્રસંગે કણઝારીયા પરિવારે જણાવ્યું હતું કે, રામલલ્લાના માં મંદિર માટે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી યથાશક્તિ આપવાની તક આજે મળી, એથી રૂડું શું હોઈ શકે....? અમે નસીબદાર છીએ કે અમારા પરિવારની ખુશીના પ્રસંગે અમે આ નિધિ સમર્પણ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો