તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધન:વનથળના ગાદીપતિ દિનબંધુલાલજી મહારાજનો દેહ પંચમહાભૂતમાં વિલીન

વિરમગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોને આનંદ આશ્રમ વનથળ ખાતે રૂબરૂ ન આવવા અપીલ કરાઇ, સોમવારે ટેલિફોનિક શ્રદ્ધાંજલી આપવા જણાવાયું

વિરમગામ તાલુકામાં આવેલ વનથળ નિવાસી ધર્મસેવાલંકાર પુરુષોત્તમ લાલજી મહારાજની પાવન ચેતના અને તેમના શતાબ્દી મહોત્સવના બહુજ ટૂંકા ગાળામાં સનાતન ધામ આનંદ આશ્રમના વિદ્યમાન ગાદીપતિ તેમજ પૂજ્ય પુરુષોત્તમ લાલજી મહારાજના પ્રેરણાશીર્ષ પ.પૂ.મહંત દિનબંધુલાલજીને છેલ્લા 30 દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતાં અને શુક્રવારની સાંજે તેઓનું નિધન થયું હતું.

વનથળ ખાતે શનિવારે કોવિડની સરકારી ગાઇડ પ્રમાણે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી અને બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન થતો હતો. દિનબંધુલાલજી મહારાજના નિધનથી પરીવારજનો, ભક્તો સહીત સમગ્ર પંથકના લોકો શોકાતુર બન્યા છે. સોમવારે બાપુને ટેલીફોનીક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મહંત ભાર્ગવલાલજી મહારાજે જણાવ્યું હતું કે, ગુરૂગાદી આનંદ આશ્રમ સનાતનધામ વનથળના મહંત દિનબંધુલાલજી મહારાજ અમારા ગુરુ તા . 4-6-2021ને શુક્રવાર, વૈશાખ વદ દશમના રોજ બ્રહ્મલીન થયા છે.

સદગતને ટેલિફોનિક શ્રદ્ધાજંલી તા.7-6-2021ને સોમવારના રોજ સવારે 9.00 થી સાંજે 5.00 ક્લાકે સેવાશ્રમ સંકુલ, આનંદ આશ્રમ, વનથળ ખાતે રાખવામાં આવ્યું છે. ડો. મનુભાઈ ગીરજાશંકર મહેતા મો.નં.93281 53898 તથા મહંત ભાર્ગવલાલજી મહારાજ મો.નં.7016115287 ને ફોન કરીને શ્રદ્ધાંજલી પાઠવી શકાશે. ભક્તોને આનંદ આશ્રમ વનથળ ખાતે રૂબરૂ ન આવવા માટે અપીલ કરવામાં આવેલ છે અને સરકારની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...