વિરમગામ શહેરમાં આવેલા તાઈવાડા વિસ્તારથી સેતવાડ તરફ અજાણ્યા બાઇક સવાર જઈ રહ્યો હતો. ત્યારે વિરમગામ નગરપાલિકા દ્વારા ખોદેલા ગટરના પાઇપલાઇન માટેના ખાડામાં ગંદુ પાણી ભરેલું હતું જે રાત્રીના સમયે ન દેખાતા બુધવારે રાત્રે બાઇક લઇને મહિલા અને નાના બાળક સાથે પાણી ભરેલા ખાડામાં બાઈક ગરકાવ થઈ જતા સ્થાનિક મુસ્લિમ યુવકો દ્વારા બાઈક સવારને મદદ માટે પહોંચી ગયા હતા અને બાળકને ઉચકી લઈ ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયેલા બાઇકને પણ બહાર કાઢી આપ્યું હતું આ અકસ્માતમાં મહિલાને હાથે સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.