વિરમગામ બસ સ્ટેશનની સામે આવેલી સુપર માર્કેટ કોમ્પ્લેક્સમાં ગુરુવારે રાત્રે અચાનક 10 દુકાનોની બાલ્કની ધડાકાભેર તૂટી પડતાં રાત્રિનો સમય હોય સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. સુપર માર્કેટ કોમ્પલેક્ષમાં જર્જરીત બાલ્કની તૂટી પડતા 5થી વધુ AC,વીજ મીટરો સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણને નુકસાન થયું હતુંં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી બનેલું કોમ્પ્લેક્સ જર્જરીત થઈ જતા ગુરુવારે રાત્રે 10 જેટલી દુકાનોની બાલ્કની ધરાશાયી થઈ ગઈ હતી. જ્યારે સમગ્ર કોમ્પલેક્ષની બાલ્કની જર્જરિત થઈ ગઈ છે અને કોઈપણ સમયે તૂટી પડે તો જાનહાનિ પણ થઈ શકે છે જેથી નગરપાલિકા દ્વારા ભયજનક બાંધકામ તાત્કાલિક ધોરણે જે તે માલિક અથવા કોમ્પ્લેકસના વેચાણ કર્તાઓ પાસે ઉતરાવી લેવું જોઈએ.
સાથે નગરપાલિકા દ્વારા પ્લાન સિવાયનું બાંધકામ દૂર કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે સુપર માર્કેટ કોમ્પ્લેક્સ સહિત ઘણા કોમ્પલેક્ષમાં પાર્કિંગની કોઈ જગ્યા છોડવામાં આવી નથી. જેથી વારંવાર પાર્કિંગ બાબતે પણ નાની મોટી તકરારના બનાવ બની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.