તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વિરમગામ સેવાસદન સહિતનો વિસ્તાર સમરાંગણમાં ફેરવાયો

વિરમગામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા. - Divya Bhaskar
લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા.
 • મોટી સંખ્યાં ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટતાં ટ્રાફિક જામનાં દૃશ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના ફોર્મ સ્વીકારવાનો 13 ફેબ્રુઆરી શનિવારે સવારે 11થી 3 કલાક દરમિયાન સમય હતો. ત્યારે વિરમગામ પાલિકા-પંચાયત ની 60 સીટ માટે કુલ 372 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ભાજપ-કોંગ્રેસ પક્ષો દ્વારા બળવાખોર ઉમેદવારો અપક્ષ ફોર્મ ન ભરે તે માટે છેલ્લા દિવસે મેન્ડેટ આપવામાં આવતા સેવાસદન કમ્પાઉન્ડ સહિત સેવા સદન રોડ ઉપર ભારે ભીડ સહિત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સેવા સદન ખાતે ચૂંટણીના રાજકીય ગરમાવા માં કોરોના ભૂલાયો હતો. માસ્ક વગર સેંકડો લોકો ફરતા હતા સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે નજીકમાં જ આવેલી હોસ્પિટલ તરફ આવતા જતા દર્દીઓમાં ટ્રાફિક ને લઈને આક્રોશ જોવા મળતો હતો. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા સેવાસદન બિલ્ડિંગમાં ઉમેદવારો સાથે ટેકેદારોની ભારે ભીડ થતા વધારાના માણસોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સેવાસદન રોડ પર ટ્રાફિકને કંટ્રોલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો