ગ્રામ્ય પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓ પકડવાની ખાસ ઝૂંબેશ અન્વયે LCB પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ગોહીલ નાઓએ LCBના માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા / ફરતા તેમજ પેરોલ જમ્પ આરોપીઓ પકડવા કવાયત હાથ ધરેલ તેના ભાગરૂપે ગુન્હાની પધ્ધતિ અને સંભવીત આશ્રય સ્થાન સંબધે જીણામાં જીણી માહિતી એકઠી કરી ચોકકસ દીશામાં ધ્યાન કેન્દ્રીત કરી પ્રયાસ હાથ ધરેલ તેના ફળસ્વરૂપે અ.હે.કોન્સ રાજી જામાજી , અ.પો.કોન્સ અનુપસિંહ ભારતસંગ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે તા .17 જાન્યુઆરી 2022 ના રોજ પેરોલ જામીન પર મુક્ત કરેલ કાચા કામના કેદી નંબર-2494 દેવુભા હકુભા સોલંકી રહે.દેકાવાડા તા.દેત્રોજ જી.અમદાવાદ નાનો જેલ સત્તા સમક્ષ હાજર થવાનું હતું.
પરંતુ હાજર થયેલ નહીં અને પેરોલ જમ્પ રહેલ જે આજરોજ દેત્રોજ ગામનાં બસસ્ટેન્ડ ખાતે આવવાનો હોવાની ચોક્કસ બાતમી હકિકત આધારે દેત્રોજ ગામનાં બસસ્ટેન્ડ પાસે વોચ રાખતા મળી આવતા આરોપીને ભારે જહેમત થી ઝડપી પાડેલ છે. પકડાયેલ આરોપી કાચા કામના કેદી નંબર- 2494 દેવુભા હકુભા સોલંકી રહે દેકાવાડા તા.દેત્રોજ જી.અમદાવાદ કામગીરી કરનાર અધિકારી / કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ગોહીલ , પો.સ.ઇ. એસ.એસ.નાયર સહિતના જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.