તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘M-ગવર્નન્સ’ તરફ પહેલ:જે તે અધિકારી જિલ્લાની કોઇ કચેરીના અધિકારી સાથે ચર્ચા-વિચારણા કરી શકશે

વિરમગામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની ‘M-ગવર્નન્સ’ તરફ પહેલ
 • કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે પણ વિવિધ બેઠકોને સરળતાથી ગોઠવી સરકારી વ્યવસ્થાપનને સુગમતાથી આગળ ધપાવવાનો ઉદ્દેશ્ય

જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા જિલ્લામાં M-ગવર્નન્સની પરિકલ્પનાને આગળ ધપાવવા મહત્વની પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એન.આઇ.સી. (N.I.C.-નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર)ના સંકલન સાથે “ઇ-કમીટી” મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જે એક G2G (ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ) પ્રકારની એપ્લીકેશન છે. આ એપ્લીકેશન અમદાવાદ જિલ્લાના સરકારી તંત્રની કામગીરીને વધુ સરળ બનાવશે.

જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે કહે છે કે, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને જન સંપર્ક ઓછો થાય તે જરૂરી છે. કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે પણ સરકારી કામગીરી સરળતાથી થઇ શકે અને નાગરિકોની સુખાકારી જળવાય તે બાબતોને ધ્યાન રાખીને “ઇ-કમીટી” એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે પણ વિવિધ બેઠકોને સરળતાથી ગોઠવી સરકારી વ્યવસ્થાપનને સુગમતા આગળ ધપાવવાનું છે.

વર્ચ્યુઅલી મીટિંગ કરીને સમગ્ર કામગીરી હાથ ધરી શકાય તે માટેની પુરતી વ્યવસ્થા આ એપ્લીકેશનમાં તૈયાર કરી હોવાનું કલેક્ટરે ઉમેર્યું હતુ. આ એપ્લીકેશનની મદદથી અમદાવાદ જિલ્લાની સરકારી કચેરીના અધિકારી જિલ્લાની કોઇપણ કચેરીમાં કાર્ય કરતા અધિકારી-કર્મચારી સાથે સરળતાથી વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરી શકશે. સાથે - સાથે વિવિધ વિષયો સંલગ્ન વિગતો આ એપમાં ઉમેરીને જે-તે અધિકારી તેમના કર્મચારીગણ સાથે સમૂહમાં તેના પર સંવાદ કરી શકશે. વર્ચ્યુઅલ અથવા એક્ચ્યુઅલ મળતી બેઠકની અંદર આ એપની મદદથી થયેલી ચર્ચાને વિગતવાર રજૂ કરવામાં આવે તે પ્રમાણેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો