બેદરકારી:વિકાસની વાતો કરતી વિરમગામ‎ નગરપાલિકાની કામગીરીની પોલ ખૂલી ગઇ‎

વિરમગામ‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરમગામ નગરપાલીકા ની કામગીરી ની બોલતી તસ્વીર‎ - Divya Bhaskar
વિરમગામ નગરપાલીકા ની કામગીરી ની બોલતી તસ્વીર‎
  • વોર્ડ નં.8 માં IOC કોલોની રોડ ઉપર સામાન્ય વરસાદમાં પણ 1થી2 ફૂટ પાણી ભરાઈ જાય છે‎

ડીજાસ્ટર મેનેજમેન્ટ ની વિરમગામ‎ મદદનીશ કલેકટર દ્વારા બોલાવાયેલ‎ મિટિંગમાં વિરમગામ‎ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા‎ વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર‎ 8-IOC કોલોની રોડ ઉપર ભૂગર્ભ‎ ગટર અને વરસાદી ગટર ની ખુલ્લી‎ ચેમ્બરો ઉપર ઢાકણા લગાવવા‎ તાકીદ કરી હતી, છતાં પણ‎ વિરમગામ નગરપાલિકાના‎ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કોઈ‎ કામગીરી હાથ ધરાઈ નથી અને રોડ‎ ઉપર ઠેરઠેર તૂટેલા અને ખાડામાં‎ ઠાકણો હોવા છતાં સરફેસ સહિતની‎ કોઈ કામગીરી કરવામાં આવી નથી.‎

IOC કોલોની થી સેવાસદન રોડ‎ સ્વામિનારાયણ મંદિર સુધીના માર્ગ‎ ઉપરના વરસાદી પાણી ના‎ નીકાલની વર્ષોથી વરસાદી ગટરમાં ‎જવાની વ્યવસ્થા હતી ત્યારે ‎ ‎ નગરપાલિકાના લેભાગુ‎ અધિકારીઓ, વહીવટદારો‎ સત્તાધિશો દ્વારા સ્વામિનારાયણ‎ મંદિર અને ટાઉનહોલ વચ્ચે આવેલ ‎ ‎ બિલ્ડીંગ ના દુકાનદારો સાથે‎ ખાનગી વહીવટ કરી વરસાદી ગટર‎ ઉપર ગેરકાયદે બાંધકામ કરવા દઈ‎ IOC કોલોની રોડ ઉપર આવેલ 15 ‎ ‎ જેટલી સોસાયટી,ફ્લેટોના રહીશોને ‎ ‎ બાનમાં લીધા છે અને સામાન્ય ‎ ‎ વરસાદમાં પણ રસ્તો બંધ થઈ જાય‎ છે.

ત્યારે વિરમગામ નગરપાલીકા‎ દ્વારા વરસાદી ગટર ઉપરના‎ ગેરકાયદે બાંધકામો દૂર કરી વરસાદી‎ પાણી ના નિકાલની યોગ્ય વ્યવસ્થા‎ કરવામાં નહીં આવે તો આગામી‎ દિવસોમાં ioc કોલોની રોડ ઉપર ની‎ સોસાયટીઓના રહીશો દ્વારા ઉગ્ર‎ આંદોલનની ફરજ પડશે અને‎ વરસાદી પાણીથી સોસાયટીઓના‎ રહીશોના જાનમાલની નુકસાની બાબતે નગરપાલિકાના જવાબદાર‎ અધિકારીઓ ઉપર કાયદેસર‎ કાર્યવાહી કરવામાં આવશે તેમ‎ સ્થાનિકો આક્રોશપૂર્વક જણાવી‎ રહ્યા છે.‎

અન્ય સમાચારો પણ છે...