આવેદન:ધાર્મિક લાગણી દુભાવનારા મોમો-હાએસા સામે પગલાં લો

વિરમગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ સનાતન ધર્મીય યુવાનો દ્વારા આવેદન

વિરમગામ સનાતન ધર્મીય યુવાનો દ્વારા સોશિયલ મીડિયાની ડિબેટમાં ધાર્મિક લાગણી દુભાવનાર મોમો-હાએસા વિરુદ્ધ શખ્ત પગલાં લેવા માંગ કરી રેલી યોજી વિરમગામ ડીવાયએસપી ઓફિસે આવેદન આપ્યુ હતું.

વિરમગામ સનાતન ધર્મીય યુવાનો દ્વારા વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર 24 મેં 2022ના રોજ સોશિયલ મીડીયા ની ડિબેટ માં ભારતીય જનતા પાર્ટીની માજી પ્રવક્તા નુપુર શર્માજી ને ચાલુ ડિબેટમાં સનાતન ધર્મના ઇષ્ટદેવ ભગવાન શિવજી ઉપર ડિબેટ માં બેઠેલ કેપ્ટન મોમો-હાએસાએ ઇરાદાપૂર્વક અભદ્ર ટિપ્પણી કરી સનાતન ધર્મીઓની લાગણી દુભાવેલ છે

તો આ ડિબેટમાં ગુણપત ટ્રીટમેન્ટ કરનાર મોમો-હાએસા પર કાયદાની કલમ મુજબ ગુનો દાખલ કરવા અને ફરીવાર કોઈપણ વ્યક્તિ જાહેર ડિબેટમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો નિવેદન ન કરે જે ધ્યાનમાં રાખી તત્કાલ જે ગુના ની કલમો હેઠળ ગુનો દાખલ કરવા માગણી કરવામાં આવી છે. અને મોમો-હાએસાને કડક સજા થાય તેવી માગણી પણ સનાતન ધર્મીય યુવાનોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...