સેવા:લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મીઠાઈ- ફરસાણ વિતરણ કરાયું

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા વિરમગામ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાહત દરે મીઠાઈ ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લાયન પ્રમુખ મૂર્તૃજા પટેલ, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પ્રજાપતિ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર નરેન્દ્ર પટેલ, રિજિયોનલ ચેરમેન લાયન ગીરવન મહેતા,ઝોન ચેરમેન દિલાવર સિંહ વાઘેલા, ચેરમેન સેવંતીલાલ વોરા,લિઓ ક્લબના પ્રમુખ પુંડરીક વોરા નિલેશભાઈ ચૌહાણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન રાહત દરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજ્યો છે તા.11-12નવેમ્બર 2020 ના રોજ બ્રામણજ્ઞાતિ ની વાડી માં સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી વિતરણ ચાલુ રહેશે. તો આ પ્રોજેક્ટનો લાભ લેવા માટે દરેક વ્યક્તિ કોરોના મહામારી ને લઈને સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...