અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપર ગામની સીમના ખેડૂત ખાતેદારો ની જમીન ભૂમાફિયાઓ દ્વારા એકબીજાના મેળાપીપણામાં ખોટા નોટરી બાનાખત કરી ખેડૂતોની જાણ બહાર જમીન વેચાણ કરતા જે બાબતે ખેડૂતોને જાણ થતા ખોટી રીતે જમીન વેચાણ કરનારા ભૂમાફિયા જમીન દલાલો વકીલ તેમજ નોટરીઓ વિરૂદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા આશરે 46 કેટલાક ખેડૂતો દ્વારા વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપી ભૂમાફિયા તથા આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
જે બાબતે વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપર ગામની સીમમાં જમીન ધરાવતા ખેડૂત ખાતેદારોને તારીખ 13 ઓક્ટોબરના રોજ દિવ્યભાસ્કર દૈનીક વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે અમારા ગામની સીમની જમીનના ખોટા નોટરી, બાનાખત બનાવી ભુમાફીયા, જમીનદલાલો, વકીલ તેમજ નોટરીઓ દ્વારા અમારી જમીન ઉપર ખોટા એમઓયુ કરી અમારા નામે કોઈ પાર્ટી પાસેથી મોટી રકમનો ઉપાડ કર્યો છે. જમીન ની બાનાચિઠ્ઠીઓ ખોટી જણાતા વકીલે સોદો ફોક કરી વકીલે અમદાવાદ ઝોન 1ના ડીસીપીને ફરીયાદ કરતા તેમનું અપહરણ થયેલાની ફરીયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોધાયા અંગેની જાણ અમો ફરીયાદીઓને થતા અમોએ અપહરણ થયેલ વકીલનો સંપર્ક કરતા ખેડૂતોને જાણવા મળેલ કે ખેડુત ખાતેદારોની જમીનની બાનાચિઠ્ઠીમાં ખેડુતના આઇ ડી પ્રુફ વગર કોઈ અન્ય વ્યકતી ના ફોટા લગાવી દાર નં 6ની સાક્ષી તરીકે ની સહી વાળી તો દાર નં 2ના નામની ખોટી બાનાચિઠ્ઠીઓ કે જે તો દાર 3 વકીલની સહીથી તોદાર નં 4-5 અને 6ના નોટરીના ચોપડે નોંધાયેલી રજુ કરી અમો ફરીયાદી ની જમીન ના ખોટા બનાવટી દસ્તાવેજી પુરાવા ઉભા કરી તો દાર નં 1થી 7એ અમો ખેડુતો ની જાણ બહાર જમીન વેચાણ ખોટા એમ ઓ યુ તેમજ ખોટા બાનાખત બતાવી તોદાર નં ૧ ના એ તેમના નામે એમ ઓ યુ કરી તા.19-7ના રોજ નોટરી હેતલ જે શાહ ના સમક્ષ સીરયલ નં ડી 59થી નોધાયેલુ રજુ કરી તેના આધારે એમ ઓ યુ કરી મોટી રકમ નો ઉપાડ કરેલ હોઇ જાણવા મળેલ છે આથી ખેડતોની બનાવેલ તમામ બાનાચિઠ્ઠી ખોટી છે તે લગાવેલ ફોટા વાળી કોઈ વ્યક્તિ આ ગામમાં નથી તેમજ 10 બાના ચિઠ્ઠીમાં તો મરણ પામેલ વ્યક્તિના ખોટા ફોટા લગાવી બનાવી તો દાર નં 1થી 7ના તેમજ તેમના મળતીયાઓએ અમારી જમીનના ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી અમો ફરીયાદી ખેડુત ખાતેદાર ની જમીન ટાઇટલ સાથે ચેડા કરેલ છે ઉપરોક્ત બાબતે ઉપરોક્ત તોહમતદારો એ અમારા ગામની ના કેટલા ખેતરોના ખોટા નોટરી બાનાખત કરેલ છે તેમજ આ જમીન કોભાંડ મા કોણ કોણ કેટલા લોકો સામેલ છે તે બાબતે યોગ્ય તપાસ કરી તમામ ની લેન્ડ ગ્રેબ્રીગ એક્ટ તેમજ આઈ પી સી ધારા મુજબ અટકાયત કરી કાયદેસર પગલા લેવા માંગણી કરવામાં આવી છે. જે બાબતે મુખ્યમંત્રી,ગૃહમંત્રી, ડી.જી.પી, કલેકટર અમદાવાદ, પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય,પોલીસ ઇન્સપેક્ટર વિરમગામ રૂરલ ને લેખિત આવેદનપત્ર મોકલી રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.