તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસ્પેન્ડની માંગ:વિરમગામ નગરપાલિકાના ભ્રષ્ટાચારી કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવા રજૂઆત

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સીઓને રજૂઆત કરાઇ હતી. - Divya Bhaskar
સીઓને રજૂઆત કરાઇ હતી.
  • શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું
  • પગલાં નહીં લેવાય તો નગરપાલિકાની કચેરીમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ

વિરમગામ નગરપાલિકાના 2 કોર્પોરેટર સહિત 3 જણા તાજેતરમાં રૂ.20 હજારની લાંચકાંડમાં ફસાયા હતા. જેઓને પાલિકામાંથી સસ્પેન્ડ કરવા માટે શહેર કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદન આપી માગ કરી છે.

વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર પી. રાવલ વિરમગામ પૂર્વ કાઉન્સિલર આફતાબ પટેલ, યુસુફ પટેલ,અલીઅસગર પટેલ,અહેમદશા જીલાણી સહિતના લોકો નગરપાલિકા ખાતે ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ કરો વગેરે સૂત્રોચાર સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવ્યા અનુસાર વિરમગામ નગરપાલિકા વોર્ડનં 1ના ભાજપના કાઉન્સીલરો અજય રૂપસંગ ગોલવાડીયા, અનીલ પટેલ, કંચનબેનના પતિ રતીલાલ ઠાકોરની તા.1/7/2021ના રોજ ACB અધીકારીઓએ છટકુ ગોઠવીને સુજલામ સુફલામ યોજના અંતર્ગત રોયલટી ધારક પાસેથી લાંચની રકમ લેતા રંગે હાથ પકડયા છે અને તે બાબતે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ છે. ઉપરોક્ત શખ્સો વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હોવાથી નગરપલિકાના અધીનીયમ મુજબ આ તમામ કાઉન્સીલરોએ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કર્યો હોવાથી અને તેમને આવા ભ્રષ્ટ્રાચાર આચારતા ગુનાના કારણે આ ત્રણેય કાઉન્સીલરોને વિરમગામ નગરપાલિકાના ચુટાયેલા પ્રતિનીધી તરીકે તાત્કાલીક અસરથી ગેરલાયક ઠેરવવાની આપની પાસે સતા હોવાથી આ શખ્સો ને સંસપેન્ડ કરવા અમારી રજુઆત છે જો આપ દ્રારા આ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલ થશે તો વિરમગામ શહેર કોંગ્રેસ દ્રારા આપની કચેરીએ આંદોલન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...