તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વિરમગામ વોર્ડ નં.8માં ગટરો ઉભરાઈ, ન્યાયાધીશ નિવાસની સામે ગંદા પાણી રોડ પર આવતા લોકો પરેશાન

વિરમગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 8માં આઈઓસી કોલોની રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર આવતા લોકો પરેશાન. - Divya Bhaskar
વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 8માં આઈઓસી કોલોની રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર આવતા લોકો પરેશાન.
 • સફાઈ કામદારોને નિયમિત મોકલવા માગ

વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 8માં આઈઓસી કોલોની રોડ પર આવેલ ન્યાયાધીશ નિવાસના ગેટ પાસે છેલ્લા 5 દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઇ રહ્યા છે ત્યારે આ ગંદાપાણી અને ગંદકીથી રાહદારીઓ અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે

ઉલ્લેખનીય છે કે વિરમગામ આઈ.ઓ.સી કોલોની રોડ ઉપર ઘણા વર્ષોથી વારંવાર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવવાના બનાવો બની રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના વિકસિત કહેવાતા વોર્ડ નં 8માં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈ થતી નથી મેનહોલ અને ચેમ્બરો ઉભરાવવાના બનાવો આયુષી કોલોની રોડ અને એસબીઆઈ રોડ ઉપર અરિહંત ફ્લેટ પાસે વારંવાર બની રહ્યા છે, યોગેશ્વર પાર્ક નિયમિત સફાઇ કામદારો મોકલવાની વર્ષોની માંગ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી ચૂંટણીનો માહોલ છે. ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપ સહિત અપક્ષ ઉમેદવારોને ફક્ત મતમાં રસ હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો