તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામ રૂરલ પોલીસ દ્વારા સાણંદ વિરમગામ હાઈવે રોડ ઉપર સુરેન્દ્રનગર તરફ જવાના કટ ઉપર નર્મદા હોટલ પાસે પૂર્વ બાતમી આધારીત ટ્રકને રોકી તલાશી લેતા કાચના ટુકડાઓની આડમાં મોટી લોખંડની પેટીમાં સંતાડેલો ભારતીય બનાવટ નો વિદેશી દારૂની બોટલ નંગ 5280 કિંમત રૂપિયા 21,12,000, ટ્રક કિંમત રૂપિયા 10,00000 સહિત કુલ રૂપિયા 31,23,130ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક સહિત 2 ને ઝડપી પાડયા હતા.
વિરમગામ રૂરલ પી.એસ.આઇ એમ.એચ.ઝાલા સહિત, ઈસ્માઈલબેગ મહેબુબબેગ, કિરણસિંહ રંગુ સિંહ,ચમનભાઈ ગોવિંદભાઈ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક લાલ કલરની ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે ટ્રક અમદાવાદ- ધાંગધ્રા હાઈવે ઉપરથી પસાર થવાનું છે. જે હકીકત મળતા સાણંદ વિરમગામ હાઈવે ઉપર નર્મદા હોટલ પાસે વોચમાં હતા એ દરમિયાન બાતમી વાળો ટ્રક આવતા ઉભુ રખાવ્યું હતું. જેનો ચાલક ચુતરગીરી મોહનગીરી ગોસ્વામી અને સાથેના પવનપુરી પોકરપુરી ગોસ્વામી (રહે બાડમેર રાજસ્થાન)ને પૂછતા ટ્રકમાં કાચના ટુકડા ભરેલા હોવાનું જણાવ્યુંં હતું. જેથી ટ્રકમાં કાચના ટુકડા આઘાપાછા કરી જોતા નીચે મોટી પતરાની પેટી જણાઇ આવી હતી.
રૂરલ પો. સ્ટેશન ખાતે ટ્રકને લાવી કાચના ટુકડા મજૂરો મારફતે ખાલી કરાવી જોતા મોટી પતરાની પેટી વેલ્ડીંગ કરેલી હાલતમાં મળી આવી હતી. જે ગેસ કટર બોલાવી પતરૂ કાપી ને જોતા ભારતીય બનાવટ નો ઇંગલિશ દારૂ ભરેલ પેટી નંગ 440માં કુલ બોટલ 5280 કિંમત રૂપિયા 21.12લાખ અને ટ્રક સહિત કુલ રૂપિયા 31,23,130ના મુદ્દામાલ કબજે લઇ બંને શખ્સોની વધુ પૂછપરછ કરતા આ દારૂનો માલ હરિયાણાથી જીતેન્દ્રસિંહ નામના માણસે આપ્યો હતો અને ગુજરાતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કાલુ મહમદ અલી સૈયદ રહે. અમદાવાદનો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજકીય સમીકરણો બદલવા માટે લોભ-લાલચ સહિત દારૂનો પણ ખૂબ ઉપયોગ થતો હોય છે ત્યારે વિરમગામ ડીવીઝન ડીવાયએસપી ડૉ.લવિના સિન્હાની સુચના મુજબ પોલીસ દ્વારા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.