તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ :અમદાવાદ સહિત બોટાદ જિલ્લામાં કલમ 144 લાગુ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં વધતા કેસને લઇ સરકાર દ્વારા જરૂરી પગલાં લેવાયા, જિલ્લાની બજારો 31મી સુધી બંધ
  • આવશ્યક કરિયાણાની દુકાનો મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે

બોટાદ, અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના 7 જેટલા કેસ પ્રકાશમાં આવતા રાજ્ય સરકાર સતર્ક બની છે.  31મી માર્ચ સુધી તમામ શાળાઓ, થીયેટર્સ, મોલ સહિતની સંસ્થાઓ બંધ કરી દીધી છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અમદાવાદ સહિત બોટાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેના કારણે 4થી વધુ વ્યક્તિના એકઠાં થવા પર પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે વિરમગામ શહેરમાં  દુકાનો ખુલ્લી હોવાથી પોલીસે બળ વાપરી તમામ દુકાનો બંધ કરાવી હતી. જેના પગલે નાગરિકોમાં વસ્તુઓ 
લેવા માટે દોડધામ મચી ગઇ હતી.  ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. 

4 કે તેથી વધુ વ્યક્તિના  એકઠા થવા પર પ્રતિબંધ લદાય
સમગ્ર વિશ્વમાં કોરોના ના વાયરસ ની મહામારી થી હજારો લોકોના મોત થઇ ચુક્યા છે અને લાખો લોકો મહામારી ના ભરડામાં આવી ચૂકી છે જેની અસર થી ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં વર્તાઈ રહી છે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીએ માથું ઉચક્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વિરમગામ શહેરમાં જિલ્લા કલેકટરના જાહેરનામા અનુસાર ભીડભાડવાળા બજારો અગમચેતી ના પગલા રૂપે બંધ રાખવાનું જણાવવામાં આવતા 20 માર્ચ શુક્રવારે સાંજે વિરમગામ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર, પી.આઈ. એચ.બી.ગોહિલ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિરમગામ શહેર ના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર દુકાનો,હોટલો,ગલ્લા બંધ કરાવવામાં આવ્યા હતા અને 31 માર્ચ સુધી ધંધા રોજગાર બંધ રાખી આ મહામારીને નાથવા જણાવવામાં આવ્યું હતું વિરમગામ એસીપી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને સાવચેતી એ જ સમજદારી હોય તકેદારીના પગલાંરૂપે વિરમગામ શહેરની દુકાનો માર્કેટ 31 માર્ચ સુધી બંધ રાખવા જણાવવામાં આવ્યું છે

ગઢડા(સ્વામિના) મંદિરમાં  31 માર્ચ સુધી દર્શન બંધ રહેશ
ગઢડા (સ્વામિના) મુકામે આવેલા મુખ્ય સ્વામિનારાયણ જૂના મંદિર ખાતે હાલના સમયની કોરોના વાયરસ બિમારીની તકેદારીના પગલે 31 માર્ચ સુધી દર્શન બંધ રાખવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. તકેદારીના પગલે જિલ્લા કલેકટરની સૂચના અંતર્ગત લેવામાં આવેલા આ નિર્ણયના પગલે દૈનિક રસોડા અને ઉતારા વિભાગ પણ બંધ રહેશે. આ માટે હરિભકતો એ ઓનલાઇન દર્શન સેવાનો લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વીસલપુર પંચાયતે ઠંડાં પીણાંના વેચાણ, થૂંકવા પર  પ્રતિબંધ 
વહેલાલ : વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીએ 22 માર્ચ રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ રાખેની જાહેરાત કરી છે. ત્યારે ગ્રામ પંચાયતોએ પણ કોરોના મુકાબલા માટે ગ્રામ્ય લેવલે લોકોને જાગૃત સચેત કરવા  કડક પગલા ભરવા માડ્યા છે. દસક્રોઇ તાલુકાના વિસલપુર ગ્રામ પંચાયતે ગામના દુકાનદારોને ઠંડા પીણા વેચવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ ફરિયાદ કરાશે ઉપરાંત રૂપિયા 500 દંડ વસુલાશે. 

ધોળકા શનિ, રવિ અને સોમ બજારો બંધ રાખવા આદેશ 
ધોળકા : ધોળકા શહેરમાં કોરોના વાઈરસ ન ફેલાય તે હેતુ આજરોજ તંત્ર સજાગ માં આવી ગયુ છે અને સાવચેતીના ભાગરૂપે  શહેરના બજારો ,મામલતદાર કચેરી બંધ કરવામાં આવ્યા છે. આ સાથે કરીયાણાની દુકાનો ઉપર વેચાતા-પડીકી, મસાલા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચારથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ તેમજ વારંવાર હાથ ધોવા તેમજ માસ્ક પહેરવું જેવી કડક સૂચના આપવામાં આવી છે.  

બાવળા અને સાણંદ સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ રદ
બાવળા : કોરોના વાયરસના પગલે જાહેર થયેલી વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને તથા ગુજરાતમાં કોરોના વાઈરસનાં પાંચ પોઝીટીવ કેસ નોંધાતા સરકાર દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકાને અનુસરીને ભાવિક ભક્તોના અને જાહેર જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મંદિરનો 22 તારીખે આવતો પાટોત્સવ અને સાણંદ મંદિરનો 26 તારીખે આવતો વાર્ષિક પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવાનું મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે.આ પ્રસંગે સંતો બંને મંદિરોનો પાટોત્સવ વિધિ કરશે.ભક્તોને ભેગા નહીં થવાની  અપીલ બાવળા મંદિરનાં સ્વામી સર્વાત્માપ્રિયદાસજીએ કરી છે.

ગીરમથા પંચાયતનો જનતા કરફ્યુની નોટિસ બોર્ડ પર મૂકી
વહેલાલ : કોરોનાના કેસ વધવાથી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કરેલી તકેદારીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરતા કહ્યુ હતુ કે 22 માર્ચ રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કફર્યુ રાખવાની કરેલી અપીલને દસક્રોઇના સરપંચોએ આવકારી છે. ગીરમથાના સરપંચ ભિખીબેન અરવિંદભાઇ ઠાકોરે તો નોટિસ બોર્ડ પર જાહેર જનતાને સૂચના જનતા કફર્યૂના મથાળા હેઠળ ગ્રામજનોને ઘરની બહાર નીકળવુ નહી કે ભેગા થઇ ટોળેવળીને ઉભા રહેવુ નહીનો મેસેજ જનતાને આપ્યો છે. દસક્રોઇના લાંભા ઇન્દિરાનગર વેપારી એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ નીશાલે અને ઉપપ્રમુખ જીતુભાઇ પટેલે જનતા  કફર્યૂનું સમર્થન કરી વેપારીઓને ધંધા સ્વેચ્છાએ બંધ રાખવા નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...