તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સોકલી પાસે સાણંદના વેપારીનો ટ્રેન નીચે આપઘાત, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પગલું

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્યુસાઇટ નોટમાં વ્યાજખોરોના નામ લખી આર્થિક રીતે પડી ભાગતા પગલું ભર્યાનો ઉલ્લેખ

વિરમગામ તાલુકાના સોકલી ગામે બસ સ્ટેશન નજીકથી પસાર થતી રેલવે લાઇન પર તારીખ 9 જુલાઇ શુક્રવારના રોજ સાંજે 4 કલાક આસપાસ આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવક આવી રહેલી ટ્રેનની નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી અંતિમ પગલું ભર્યું હતું જે બાબતની જાણ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ઓફિસર ગંભીરસિંહ વિરસંગભાઈને થતા અધિક હેડ કોન્સ્ટેબલ ગીરવતસિંહ ભાથુજી અને રમેશભાઈ ગણેશભાઈ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો હતો.

મૃતક ઠક્કર દિલીપભાઈ એન. (હાલ રહે સાણંદ મૂળ ચરલગામ) જે આર્થિક તંગીના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અને સુસાઇટ નોટમાં અલગ-અલગ વ્યાજખોરોને 30% વ્યાજ ચૂકવતા હોય આર્થિક રીતે પડી ભાંગતા અંતિમ પગલું ભર્યું હોવાની ખાનગી સૂત્રો પાસેથી જાણવા મળી છે વ્યાજખોરો વિરમગામ શહેર સહિત અન્ય ગામોના તેમજ અન્ય બે વ્યક્તિઓએ મૃતકના નામે લોન લઈ છેતરપિંડી કરી હોવાનું મૃતક દ્વારા માનસિક તાણ આપી આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપી હોવાનું સુસાઇડ નોટમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...