તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:વિદેશ અભ્યાસ માટે જતા અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓના હિતમાં રજૂઆત

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ રજુઆત કરી

ગુજરાત સરકારના “સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ” ના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ સાથે અનુસુચિત જાતિ ના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે પડતી મુશ્કેલીઓ બાબતે તથા આ કોરોનાની મહામારીને લીધે વિવિધ એમ્બેસીઓમાં વિઝા પ્રક્રિયા બંધ હોઈ “ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના” ની ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા નાબુદ કરવા માટે તથા સમાજની વિવિધ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી અને લેખિત રજૂઆત કરવામાં આવી.

આ રજુઆતનો તુર્તજ હકારાત્મક પ્રતિભાવ આપી માનનીય મંત્રી દ્વારા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ (IAS) ને બોલાવી આ રજુઆત પરત્વે વિભાગ દ્વારા કાર્યવાહી થાય તે બાબતની સૂચનાઓ આપેલ હતી.

આ પ્રતિનિધિ મંડળ માં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રદ્યુમનભાઈ વાજા, પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ અને ગૌતમભાઈ ગેડિયા, પ્રદેશ મંત્રીઓ શ્રી નરેન્દ્ર પરમાર અને નિલેશ આચાર્ય સહિતના આગેવાનો જોડાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે...