તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:પનાર ડેડીયાસણ ડ્રેનેજમાં જૂનાપાધર પાસેનો ગેરકાયદે આડબંધ દૂર કરો

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડબંધ હોવાથી વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુકસાન થાય છે
  • ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે આડબંધ દૂર કરવો જરૂરી બન્યો હોવાનું જણાવતા ખેડૂતો, પાણીનો વેપાર થતો હોવોનો આક્ષેપ

વિરમગામ તાલુકાના પનાર ડેડીયાસણ વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં જુનાપાદર ગામના સીમાડે અમુક શખ્સો દ્વારા ગેરકાયદે આડબંધ બાંધી પાણીનું રોકાણ કરવામાં આવે છે. ત્યારે વરસાદની ઘડીઓ ગણાઇ રહી છે. તેવા સમયે વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ગેરકાયદે આડબંધના કારણે વરસાદી પાણી રોકાઈ રહેતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળે છે અને ખેતીની જમીનને નુકસાન કરે છે.

જે બાબતને લઈને સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે સિંચાઇ વિભાગ દ્વારા પનાર-ડેડીયાસણના નામે ઓળખાતી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ડ્રેનેજમાં જુનાપાદર-જક્સી અને ઉખલોડગામના સીમાડેથી પસાર થતી વરસાદી ગટર ઉપર અમુક શખ્સો દ્વારા આડબંધ બાંધી દેવાતા આસપાસના ગામોની ખેતીની જમીનને નુકસાન થાય છે. આ જગ્યા પર ગેરકાયદે 2 આડબંધ બાંધવામાં આવેલા છે. જે બાબતે સિંચાઇ વિભાગ દ્વારા માત્ર એક જ આડબંધ દૂર કરવામાં આવ્યો છે

જ્યારે બીજો આડબંધ બાવળોની આડમાં બનાવવામાં આવ્યો છે. આજુબાજુમાં આવેલા 500 હેક્ટર જેટલી ખેતીની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. જેથી ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે સિંચાઇ વિભાગ દ્વારા આ ગેરકાયદે આડબંધ તાત્કાલિક દૂર કરવા સ્થાનિક ખેડૂતોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...