તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ર લખી જાણ:વિરમગામ પાલિકાના સદસ્યોને ભ્રષ્ટાચાર અંગેની પ્રતિજ્ઞા યાદ કરાવો

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને પત્ર લખી જાણ કરાઇ

વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર વ1ના 2 કાઉન્સીલરો સહિત મહિલા કાઉન્સિલરના પતિ તાજેતરમાં ભ્રષ્ટાચાર કરતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જે બાબતે વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ દ્વારા પ્રદીપસિંહ વાઘેલા, મહામંત્રી,ભાજપ ગુજરાત પ્રદેશ, કમલમ, ગાંધીનગરને ભ્રષ્ટાચાર બાબતે ખુલ્લો પત્ર લખ્યો છે.

જેમાં જણાવ્યા અનુસાર અમદાવાદના વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં 22 સીટો મળી અને ભાજપ પક્ષે સત્તાના સુકાન સંભાળ્યા હતા. સિદ્ધનાથ મહાદેવની સાક્ષીએ ભ્રષ્ટાચાર નહિ કરવાની ઉમેદવારોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. પણ આ પ્રતિજ્ઞા લેવડાવીને આપતો જતા રહ્યા પણ ચૂંટાયેલા સદસ્યો પણ આ પ્રતિજ્ઞાને ઘોળીને પી ગયા છે.

વિરમગામ શહેરના વોર્ડ ન.1 ના કાઉન્સિલરો ભ્રષ્ટાચારમાં હાથ કાળા કર્યા તે વાતથી અજાણ નહિ હોય. જાહેર સ્ટેજ ઉપરથી પ્રતિજ્ઞા અને આપે આપેલા વચન આપને યાદ અપાવું છું. સ્થાનિક આગેવાનો દ્વારા આ ભ્રષ્ટાચાર બાબત હજુ પોતાનું મૌન તોડ્યું નથી. પ્રદેશ અગ્રણી હોઈ આ બાબતે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરશો તેવી અપેક્ષા રાખું છું. કિરીટ રાઠોડ (વિરમગામ વિકાસ સમિતિ)એ પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...