ક્રાઇમ:વિરમગામના ભોજવામાં નવા બનતા રેલવે બ્રિજ પર સગીરા પર બળાત્કાર

વિરમગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 7:30 વાગે પણ પરત નહીં ફરતા કાકા તપાસ કરવા માટે ભોજવા બ્રિજ ઉપર આવતા સગીરાનો બચાવ

વિરમગામના ભોજવા ગામે ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય ફરિયાદીની સગીર વયની ભત્રીજી ભોજવા ખાતે નવો બની રહેલ રેલવે ઓવર બ્રિજ ઉપર ચાલવા ગઇ હતી, જે દરમિયાન એકલતાનો લાભ લઈ પીડિતાને એકલી જોઈ બળજબરીથી પકડી શરીર પરના કપડાં દૂર કરી પીડિતાપર દુષ્કર્મ આચર્યુ હતું આમ આ બાબત પરપ્રાંતીય યુવક ઉપર વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ભોજવા ગામેથી સગીર પીડિતા (ઉંમર વર્ષ 12) સાંજે 5:30 કલાકે ઘરેથી કહીને ભોજવા બ્રિજ સુધી ચાલવા જવાનું કહી નીકળી હતી.

ત્યારે સાંજે 7:30 વાગે પણ પરત નહીં ફરતા સગીરાના કાકા તપાસ કરવા માટે ભોજવા બ્રિજ ઉપર આવતા બ્રિજ ઉપર સગીરા બચાવો બચાવોની બુમ પાડતી હતી. અને એક યુવક તેની ઉપર બળજબરી કરતો હતો જેથી તેને ધક્કો મારી દુર કરી સગીરાને કપડા પહેરવાનું કહ્યું હતુ. યુવકને અન્ય લોકોના સાથથી પકડી પોલીસને ફોન કર્યો હતો.

આરોપી યુવક મુન્દ્રા પાર્થ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ગાડીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા જ ભોજવા પાસેના ગેટવે રેલ કંપનીમાં આવેલ ભુપેશ મિશ્રા મુળ રહે. બિહાર ને ઝડપી ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ ધરવામાં આવી હતી.પીડિતાની તબિયત બગડતા વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...