તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિરમગામની અલબદર સોસાયટીમાં ગંદકીનો પ્રશ્ન

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેર ના અલબદર સોસાયટી તથા આજુબાજુ માં આવેલ મોહમ્મદી સોસાયટી,આયસા સોસાયટી તથા અલતાફ સોસાયટી મા રહેતા રહેવાસીઓ ની હાલત વર્ષો થી ઉભરાતી ગટરના ગંદાપાણી થી ખરાબ થઇ ગઇ છે.હાલ કોરોના ની માહમારી ચાલતી હોઇ રોગચાળો ફેલાવાની ભિતી સેવાઇ રહી છે.જેને લઇને સોસાયટી ના રહીશો દ્વારા નગરપાલિકા ખાતે આ બાબતે ઘટતુ કરવા રજુઆત કરવામા આવી હતી આ રજુઆત ના પગલે વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હૈયાધારણ આપવામા આવી છે કે આપનુ આ કામ જલ્દી થી થઇ જસે. હવે જોવાનુ અે રહયુ કે કયારે લોકો ની મુશ્કેલી દુર થાય છે.

અન્ય સમાચારો પણ છે...