રજૂઆત:જિલ્લા સરકારી અને ખાનગી શાળામાં ડૉ બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂકો

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી

રાજ્યમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અગાઉ તા. 23 જાન્યુઆરી ના રોજ કિરીટ રાઠોડ સંયોજક, દલિત અધિકાર મંચ અને પી.કે.કલાપી સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને મળીને ભારતીય સંવિધાનના અમલના 71 માં “ પ્રજાસત્તાક દિન “ અંગે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સંવિધાન નિર્માતા ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા માટે લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆત બાદ તા.17ફેબ્રુઆરી ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા જિલ્લાના તમામ કચેરીઓના વડા અને સંબંધિત અધિકારીઓને ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તા.28 ફેબ્રુઆરી ના રોજ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ કલેકટરના પત્રનો કડક અમલીકરણ કરાવવા સારૂ સતત દરેક કચેરીમાં દલિત અધિકાર મંચ દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું.

જિલ્લાની ઘણી શાળાઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નહિ હોવાનું કિરીટ રાઠોડના ધ્યાને આવેલ જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું અને કલકેટર, અમદાવાદના પરિપત્રનો કડક અમલ કરવા માંગ કરવામાં આવી હતી. જેને લઈને તા.27ઓગસ્ટ ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અમદાવાદ દ્વારા જિલ્લાના દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તેમના તાબાની તમામ પ્રાથમિક શાળા અને સંબંધિત કચેરીઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ફોટો લગાવવા અંગેની કાર્યવાહી કરવાના કચેરી આદેશ કરી દેવામાં આવ્યા છે. આજે વિરમગામમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીગીષાબેન મહેતાને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ અને ટીમ સભ્યો નવઘણ પરમાર, હરેશ રત્નોત્તર, ગિરીશ રાઠોડ, વિષ્ણુ સુમેસરા સહિત જયેશભાઇ પટેલ, પ્રમુખ, વિરમગામ તાલુકા શિક્ષણ સંઘને સાથે રાખીને ડૉ બાબા સાહેબ આંબેડકરની છબી અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...