કાર્યવાહી:વિરમગામ ન.પા.ના મહિલા કોર્પોરેટરના પતિની જાહેરમાં હત્યા

વિરમગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં.2ના મહિલા કોર્પોરેટર સોનલબેનના પતિને નીલકી ઓવરબ્રિજના છેડે બાઇક પરથી પાડી દઇ કારમાં આવેલા શખસો તૂટી પડ્યા

વિરમગામ શહેરમાં તા. 10 જાન્યુઆરી 2023 ના રોજ નીલકી ઓવરબ્રિજના ગોળ પીઠા તરફના છેડે બાઈક લઈને આવી રહેલ વિરમગામ નગરપાલિકા ના વોર્ડ નં.2 ના ભાજપ ના મહિલા કોર્પોરેટર સોનલબેન ગામોટ ના પતિ હર્ષદકુમાર ગામોટ ની પાછળની તરફથી કારમાં આવેલ અજાણ્યા હુમલાખોરોએ બાઈકને જોરદાર ટક્કર મારી અકસ્માત કરી હર્ષદકુમાર ગામોટ ને નીચે પાડી દઈ અજાણ્યા હુમલાખોરો એ કારમાંથી નીકળી તિક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડી નિર્મમ ઘાતકી હત્યા કરતા શહેરભર માં ચકચાર મચી ગઈ હતી.

મોટી સંખ્યામાં લોકો વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. મૃતક હર્ષદકુમાર ગામોટ (જોષી-બ્રાહ્મણ) ભાજપના સક્રિય કાર્યકર હતા અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હાર્દિક પટેલને સપોર્ટ કર્યો હતો ઉલ્લેખ છે કે બે વર્ષ પહેલા વિરમગામ નગરપાલિકા ની ચૂંટણીમાં પતિ- પત્ની બંને એ વોર્ડ નંબર 2 માં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું જેમાં સ્વ. હર્ષદકુમાર ના પત્ની સોનલબેન ગામોટ અપક્ષ તરીકે ચૂંટણી જીતી ગયા હતા અને તાજેતરમાં હાર્દિક પટેલની જાહેર સભામાં ભાજપમાં જોડાયા હતા.

શહેરમાં થતી ચર્ચા અનુસાર
મૃતક હર્ષદ ગામોત સામાજિક કાર્યકર તરીકે પણ નામના ધરાવતા હતા તેમજ કોઈપણ અન્યાયમાં કોઈની પણ ધાકધમકીને સાખી ન લેવાની વૃત્તિના કારણે રાજકીય દુશ્મનો સહિત અંગત વેરઝેરમાં કોઈ નામચીન વ્યક્તિના ઇશારે હત્યા થઈ હોવાની ચોરે અને ચોટે ચર્ચા છે.

મૃતકના કોર્પોરેટર પત્ની હાર્દિકના સમર્થનમાં ભાજપમાં જોડાયા હતા
મૃતક હર્ષદકુમાર ગામોટ(જોષી-બ્રાહ્મણ) ભાજપના સક્રિય કાર્યકર હતા અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હાર્દિક પટેલને સપોર્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં પતિ - પત્ની બંને અપક્ષ તરીકે ઊભા રહ્યા હતા. જેમાં સ્વ. હર્ષદરાય ના પત્ની સોનલબેન ગામોટ અપક્ષ તરીકે ચૂંટણી જીતી ગયા હતા અને તાજેતરમાં હાર્દિક પટેલની જાહેર સભામાં ભાજપમાં જોડાયા હતા.

નામચીન શખસે હત્યા કર્યાની આશંકા
શહેરમાં થતી ચર્ચા અનુસાર મૃતક હર્ષદ ગામોટ સામાજિક કાર્યકર તરીકે પણ નામના ધરાવતા હતા. કોઈપણ અન્યાયમાં કોઈની પણ ધાકધમકીને સાંખી ન લેવાની વૃત્તિના કારણે રાજકીય દુશ્મનો સહિત અંગત વેરઝેર માં કોઈ નામચીન વ્યક્તિના ઇશારે હત્યા થઈ હોવાની ચોરે અને ચોટે ચર્ચા છે. વિરમગામમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને અનેકવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસે તેમની હત્યા કરી હોવાનું મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...