તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અસામાજિક પ્રવૃત્તિ કરતાં શખ્સને પાસા હેઠળ જેલ

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામના માથાભારે શખ્સની અટકાયત કરી સુરત જેલમાં ધકેલાયો

મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવીના સિંન્હા સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાધેલા દ્વારા માથાભારે રીઢા ઇસમો દ્વારા ચાલી રહેલ ગેરકાયદે અસામાજીક પ્રવૃતિની બદી નેસ્ત નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને જાળવી રાખવા સારું વિરમગામ પોલીસ સ્ટેશન તાબાના વિસ્તારમાં મારામારી તથા પ્રોહીબીશનને લગતા માથાભારે તત્વો વિરુધ્ધ પાસા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા સૂચના આપી છે.

જે આધારે જગુભાઇ આપાભાઇ કાઠી (ઉ.વ.40 રહે. વિરમગામ, બ્રહ્મકળી વાલીયાચોક તા.વિરમગામ) વિરુધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સંદીપ સાંગલે તરફ મદદનીશ પોલીસ અધિક્ષક તથા પોલીસ અધિક્ષક મારફતે યોગ્ય હુકમ થવા સારું મોકલી આપતા મે. કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આવી ગેરકાયદે પ્રવૃતિની ગંભીરતાને ધ્યાને લઇ પાસા અટકાયતી વોરંટ ઇશ્યુ કરી મધ્યસ્થ જેલ સુરત મોકલી આપવાનું સુચન કરતા સદરી પાસા અટકાયતીને પાસા અટકાયતી વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો