આવેદન:વિરમગામમાં ડૉ.આંબેડકર ભવન બનાવવા રજૂઆત

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દલિત અિધકાર મંચે આવેદન આપ્યું

વિરમગામ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન બનાવવા માટે એમ.કે.સોલંકી. નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું, અમદાવાદને રૂબરૂ મળી દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે લેખિત રજુઆત કરી છે. વિરમગામ ખાતે ડૉ આંબેડકર ભવન નિર્માણ માટે કલેકટર, અમદાવાદ દ્વારા વર્ષ 2008 માં જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી, અમદાવાદને 1000 ચો.મી જમીન ફાળવેલ હતી.ડૉ.આંબેડકર ભવન નિર્માણ માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ 2008 થી તાલુકા સ્તરે ભવન નિર્માણ યોજના બંધ કરેલ છે.

પરંતુ રાજ્યના અનેક તાલુકાસ્તરે ભવન નિર્માણ કરવા માટે જમીનો ફાળવવામાં આવેલ છે. તે જમીનમાં નગરપાલિકા દ્વારા ભવન નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ નગરપાલિકા દ્વારા ડૉ આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા સરકારની અન્ય ગ્રાન્ટમાંથી ભવનો બનાવ્યા છે. તે મુજબ વિરમગામ નગરપાલીકા દ્વારા પણ ડૉ આંબેડકર ભવન નિર્માણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે અને ભવન બનાવવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવે તેમજ આ બાબતે ભવન નિર્માણ માટે પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...