તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:વિરમગામ શહેરમાં એક જ દિવસમાં 3 કોરના પોઝિટિવ કેસ

વિરમગામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામમાં મહામારીએ દસ્તક દેતા તંત્ર હરકતમાં

વિરમગામ શહેરમાં 70 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિરમગામ શહેરના વેપારી વાસમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝેટીવ નોંઘાયો છે. વિરમગામ શહેરમાં બે સગા ભાઈઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. વિરમગામ કોરોના દર્દી ના ભાઈ સુરેન્દ્રનગર ગયેલો હોય ત્યાં કોરોના મેડિકલ ચેકઅપ કરાવતા પોઝિટિવ આવ્યો છે.જેથી યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.  વૃદ્ધની તબિયત બગડતા વિરમગામની પ્રાઇવેટ દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવતા ડોક્ટર દ્વારા શંકાસ્પદ લાગતા તપાસ માટે અમદાવાદ લઈ જવા માટે પરિવારજનોને જણાવ્યું હતું. જે બાબતે આનાકાની થતા વિરમગામ ખાતે તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા સેમ્પલ તપાસ કરાવતા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેથી પેશન્ટને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા છે. તેમજ કોરોના પોઝિટિવ વૃદ્ધના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્ર કરવા સાથે તાલુકા હેલ્થ ટીમ દ્વારા વૃદ્ધના રહેઠાણ સહિતનો વિસ્તાર સેનેટાઇઝર કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો