7 સામે ગુનો:હાંસલપુર ગામની સીમમાંથી 7 જુગારીને પોલીસે ઝડપ્યા, પોલીસે રૂ11,480નો મુદ્દામાલ કબજે કર્યો

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

માંડલ તાલુકાના હાંસલપુર બેચરાજી પોલીસ સ્ટેશનના એ. એમ. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર, અ. હે. કો. રોહિતભાઈ, વિષ્ણુભાઈ, જગાભાઈ, હિતેશકુમાર સહિતની ટીમે બાતમીને આધારે હાંસલપુર બેચરાજી ગામની સીમમાં મારુતિ કંપનીની પાછળ છાપો માર્યો હતો. પૈસાથી જુગાર રમતા 7 શખ્સોને રૂપિયા 11480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

માંડલ તાલુકાના હાંસલપુર( બેચરાજી) ગામની સીમમા જુગાર રમતા ચોડાજી સોમાજી ઠાકોર-(રહે. જાલીસણા તા.માંડલ), ઉદાજી પોપટજી ઠાકોર (રહે.હાંસલપુર તા.માંડલ), મેહુલ દાનાજી ઠાકોર (રહે. સીતાપુર, તાલુકો માંડલ), કરમશીભાઈ નાગજીજી ઠાકોર (રહે. હાંસલપુર,તાલુકો માંડલ),ચેહરાજી ગોવિંદજી ઠાકોર (રહે.હાંસલપુર, તાલુકો માંડલ દાનાજી પ્રહલાદજી ઠાકોર (રહે. હાંસલપુર, તાલુકો માંડલ), રણજીતજી દોલાજી ઠાકોર (રહે.હાંસલપુર, તાલુકો માંડલ)ને હાંસલપુર પોલીસની ટીમે રૂ 11480 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે 7 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...