વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ મુદ્દે વિરમગામના સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ માનવ અધિકાર મુદ્દે પિટિનશન દાખલ કરી હતી. આ અંગે આયોગે ગુજરાત અને આસામ સરકારના મુખ્યસચિવોને નોટિસ આપીને 30 દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો.
આ બાબતે ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઉપ સચિવ દ્વારા મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશક, ગાંધીનગરને પત્ર લખીને દિન - 20માં હકીકત લક્ષી અહેવાલ રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગને મોકલવા સૂચના આપી.
આ બાબતે કિરીટ રાઠોડે જણાવ્યું છે કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ મુદ્દે આસામ હાઇકોર્ટે પણ સ્થાનિક પોલીસની કાર્યવાહીની લેખિત ઝાટકણી કાઢી હતી. ગુજરાત સરકાર ધારાસભ્યોની સુરક્ષા મુદ્દે સચેત બની આ મુદ્દે સચોટ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.