ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા:વિરમગામ રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટરના પાણીથી રાહદારીઓ પરેશાન

વિરમગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય રસ્તા પર 20 દિવસથી ગંદાં પાણી ઉભરાઈ રહ્યાં છે

વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા ગામમાંથી રેલ્વે સ્ટેશન તરફ જવાના મુખ્ય રસ્તા પર ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. રેલવે સ્ટેશનથી આવતાં-જતાં પેસેન્જર રાહદારીઓએ ગટરના ગંદા પાણીમાંથી દરરોજ પસાર થવું પડે છે. બાજુમાં આવેલ જૈન દેરાસરના દરવાજામાં ગટરના ગંદા પાણી ભરાયા છે. જેને લઈને મચ્છરનો પણ ઉપદ્રવ વધી ગયો છે. સાથે આજુબાજુના દુકાનદારોને દુકાન સુધી ભૂગર્ભ ગટરના ગંદા પાણી પહોંચી ગયા છે. જેને લઈને દુકાનદારો ખૂબ પરેશાન છે.

વિરમગામ નગરપાલિકા ખાતે અવારનવાર આવેદનપત્ર લેખિત મૌખિક રજૂઆત દુકાનદારો દ્વારા કરવામાં આવી છે પરંતુ વિરમગામ નગરપાલિકાનું નઘરોળ તંત્ર દ્વારા કોઈપણ જાતની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. વેપારીનું કહેવું હતું કે કમ્પ્લેન લખાવવા જઈએ છીએ ત્યારે સ્થાનિક કાઉન્સિલરો, અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભરેલ જવાબ આપવામાં આવે છે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. અગામી 2 દિવસમાં સાફ-સફાઈ નહીં કરવામાં આવે તો વ્યાપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...