સ્વાગત:પ્રબુદ્ધ નગરજનો દ્વારા પુષ્પ વૃષ્ટિ કરીને પથ સંચલનનું સ્વાગત કરાયું

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંચલન યોજાયું

“ભારત માતા કી જય” કરવા માટે સમગ્ર સમાજ સમર્થ બને અને તે માટે અનુશાસિત અને સમર્પિત કાર્યકર્તાઓ નિર્માણ કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર કાર્યરત છે. આ કાર્યને બળ, ઉત્સાહ અને સમગ્ર સમાજનો સક્રિય સહયોગ મળે તે માટે વિજયાદશમી ઉત્સવનું વિરમગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ પર પથ સંચલનનુ વિવિધ સ્થાન પર આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજાયું હતું અને સ્વયંસેવકોએ ઉપસ્થિત રહીને નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું.

પથ સંચલનના લીધે વિરમગામના એપીએમસી માર્કેટ, મુનસર દરવાજા થી ટાવર રોડ, ગોલવાડી દરવાજા, શહીદબાગ સહીતના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રવાદી વાતાવરણ સર્જાયું હતું. ઠેક ઠેકાણે નગરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા પુષ્પ વૃષ્ટિ કરી ને પથ સંચલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ પથ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

વિરમગામ એપીએમસી ખાતે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે જાહેર કાર્યક્રમ યોજાયો હતો અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ તરીકે ત્રિપદા ગુરુકુલમના ડાયરેક્ટર હિરેનભાઈ જોશી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ચંદ્રકાંતભાઈ ત્રિપાઠીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...