મુસાફરોમાં ખુશી:અમદાવાદ-સમી રૂટ ઉપર નવી બસ શરૂ થતાં મુસાફરોમાં ખુશી

વિરમગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ, માંડલ, દસાડા, સમી, બહુચરાજી તાલુકાના મુસાફરોને લાભ મળતો થશે

વિરમગામ- માંડલ -દસાડા- સમી- બહુચરાજી તાલુકાના મુસાફર જનતાને ગુજરાત એસ.ટી. અમદાવાદ વિભાગના વિભાગીય નિયામક જે.એન.પટેલ અને વિભાગીય પરિવહન અધિકારી ગાંધી ને એસ.ટી. સલાહકાર સમિતિ ની મિટિંગમાં સીતાપૂર્ ના વતની અને એસ.ટી. સલાહકાર સમિતિના સભ્ય કનુભાઈ શ્રીવાસ્તવ દ્વારા વિરમગામ માંડલ દસાડા સમી તાલુકા નવી બસો ચાલુ કરવા માટે સૂચન કરેલ જે ધ્યાને લઇ તારીખ 3 /1/2022 ને સોમવારના રોજ નવીન રૂટ ની બસો ચાલુ કરવામાં આવલ.

અમદાવાદ- સમી વાયા સાણંદ,વિરમગામ, સીતાપુર, હાંસલપુર, બેચરાજી થઈ રિટર્ન હાંસલપુર , મેરા, ધનોરા, પાડલા, શંખેશ્વર થઈ સમી નાઈટ રોકાણ કરશે. આ બસનો અમદાવાદથી સમય સાંજે 4 : 20 કલાકે ,સમીથી ઉપડવાનો સમય સવારે 6: 30 કલાકનો રહેશે. તેમજ દહેગામ થી બગદાણા નવીન બસ શરૂ કરવામાં આવી છે તેનો દહેગામ થી ઉપડવાનો સમય સવારે 6 : 15 કલાકે અને રિટર્ન બગદાણા થી ઉપડવાનો સમય સાંજે 4:20 નો સમય રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...