અનોખી રીતે શિક્ષક દિનની ઉજવણી:વિરમગામના મુનસર તળાવ ખાતે ત્રિપદા પ્રાથમિક શાળા બેન્ડ ગ્રુપ દ્વારા પરેડ કરાઈ

વિરમગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરા મંડલ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ઉપમંડલ અમદાવાદ હસ્તકના સંરક્ષિત સ્મારક વિરમગામના મુનસર તળાવ ખાતે અનોખી રીતે ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના ઐતિહાસિક સંરક્ષિત હેરિટેજ સ્મારક મુનસર તળાવ ખાતે ત્રિપદા પ્રાથમિક શાળા બેન્ડ ગ્રુપ દ્વારા પરેડ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા મુનસર તળાવ ખાતે વિવિધ પ્રકારની રચનાઓ વગાડવામાં આવી હતી. મુનસર તળાવ મોનુમેન્ટ ઇન્ચાર્જ દર્શન સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને મુનસર તળાવ સહિતના સંરક્ષિત સ્મારકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ત્રિપદા પ્રાથમિક શાળાના હિરેન જોશી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક દિન વિશે જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ પૌરાણીક શહેર છે. આ તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપન શૈલીમાં પથ્થરથી બનાવેલા 285 દેરી હાલમાં હયાત છે. મુનસર તળાવ નો વિસ્તાર 19 હેકટર 17 આરે 12 ગુઠા છે. પશ્વિમ દિશામાં મુનસરી માતાનું મંદિર નીચેથી વરસાદનું પાણી તળાવમાં પ્રવેશી શકે તેવું આયોજન છે. આ તળાવની દક્ષિણ દિશાએ સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલીત થયેલ પૌરાણીક મંદિર છે.

અન્ય સમાચારો પણ છે...