આવેદનપત્ર:વિરમગામના અલીગઢમાં બિલ્ડરે ગેરકાયદે રસ્તો બનાવી દેતાં રોષ

વિરમગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી ગટરમાં પુરાણ કરી રસ્તો બનાવ્યો
  • મામલતદાર સહિત પ્રાંતને આવેદન આપવામાં આવ્યું

વરસાદી ગટર પુરીને બનાવેલ ગેરકાયદે રસ્તો દુર કરવા અંગે ચિરાગ હાઉસિંગના રહીશો બળવંત ઠાકોર, રાજુ ઠાકોર, હિતેષભાઇ ચાવડા,દિલીપભાઇ દેસાઇ,રાકેશ સોલંકી સહિતના દ્વારા વિરમગામ પ્રાંત કચેરીએ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

વિરમગામમાં ઉપરવાસમાં થતા વરસાદનું પાણી વોર્ડ નંબર 1 ના અલીગઢ વિસ્તારમાં વરસાદી ગટર માં થઈ ચિરાગ હાઉસિંગ વિસ્તારમાં વરસાદી ગટર પસાર થઇ આગળ જતાં મંગલમ સોસાયટી તરફ ની વરસાદી ગટર ત્યાં નવી સોસાયટી નું બાંધકામ કરી રહેલ કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી ગટર પૂરીને એક્સાઇડ રસ્તો બનાવવામાં આવતો હોય ચોમાસા દરમિયાન આવતા ભારે વરસાદી પાણી નો નિકાલ બંધ થવાની શક્યતા હોય ચિરાગ સોસાયટી સહિતના ના સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી વિરમગામ મામલતદાર અને વિરમગામ પ્રાંત ને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે અન્યથા આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...