આક્રોશ:વિરમગામમાં આપ પાર્ટી દ્વારા મેન્ડેડ રદ કરાતાં ઉમેદવાર અને કાર્યકરોમાં આક્રોશ

રામપુરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ વિધાનસભાના બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ કુંવરજી બબાજી ઠાકોરને ચૂંટણી લડવા માટેનું મેન્ડેડ આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીમાંથી કુંવરજી ઠાકોર દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ છેલ્લી ઘડીઓ અમરસિંહ ઠાકોરને મેન્ડેડ આપવામાં આવ્યું હતું. જે માન્ય રાખવામાં આવ્યું હતું.

કુંવરજી ઠાકોરનું મેન્ડેડ માન્ય નહીં થતા કુંવરજી ઠાકોર સહિત કાર્યકરોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે રોષ ફેલાયો હતો. શનિવારની સાંજે રામપુરા ભંકોડા કુંવરજી ઠાકોરની રાહબર હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આમ આદમી પાર્ટી સંગઠનના હોદ્દેદારોએ આક્રોશ સાથે આમ આદમી પાર્ટી સામે રોષ ઠાલવ્યો હતો. આમ આદમી પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા સહિતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો દ્વારા કુંવરજી ઠાકોર પર આખરી નિર્ણય છોડવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી સામુહિક રાજીનામા મૂકી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી કે અન્ય કોઈ પક્ષ ના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી પક્ષમાં સામેલ થવું સહિતના નિર્ણયો આજે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...