તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:વિરમગામ તાલુકાના થુલેટા, વાસણ ગામના તલાટીને નોટિસ

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ ચોરામાં તલાટી ડી.કે.ડાભી ઓફિસ ખોલી કામગીરી કરતા હોવાની ફરિયાદ બાદ ખુલાસો મગાયો

અમદાવાદ જિલ્લાના અનેક તલાટી કમ મંત્રીઓ પોતાને ફાળવેલા સેજા મુજબના ગામોમાં ફાળવેલા દિવસોમાં ગેરહાજર રહેતા હોવાની બુમરાડ લાંબા સમયથી ઉઠી છે. ત્યારે વિરમગામ તાલુકામાં પણ આજ સમસ્યાઓથી ગ્રામજનો નાગરિકો પીડાતા હોવાનું જોવા મળ્યું છે.

વિરમગામના થુલેટા અને વાસણ ગામો નળકાંઠાના પછાત વિસ્તારના ગામો છે. અને આ ગામોમાં તલાટી કમ મંત્રી તરીકે ડી.કે.ડાભી ફરજ બજાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા કિરીટ રાઠોડ, સંયોજક દલિત અધિકાર મંચ દ્વારા આ તલાટીનો વિડીયો બનાવી સોસીયલ મીડિયામાં વહેતો કર્યો હતો. જેમાં આ તલાટી વિરમગામ ટાવર ચોકમાં આવેલ ચોરાની ઓફિસમાં એક રૂમમાં પોતાની ઓફીસ બનાવીને કામ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. આ બાબતે કિરીટ રાઠોડ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને તા. 30/6/2021 ના રોજ તાલુકા વિકાસ અધિકારીએ ડી.કે.ડાભી. તલાટીને કારણદર્શક નોટિસ પાઠવી છે.

નોટિસમાં જણાવ્યા મુજબ તમો જૂની મામલતદાર ઓફીસ સામે ચોરામાં બેસીને થુલેટા - વાસણ ગ્રામજનોના આવક જાતિના દાખલાના કામો તથા અન્ય કામો કરો છો. તેમજ તમોને સોંપેલ ગામોમાં નિયત કરેલ દિવસે ગામે હાજર કામગીરી કરતા નથી. જે રજુઆત બાબતે તમો લેખિત ખુલાસો કરશો. તેમ નહિ કરવામાં આવે તો તમારા વિરુદ્ધ ગેર હાજરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પંચાયત અધિનિયમ અન્વયે શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવવામાં આવશે. તેમજ આ નોટિસનો ખુલાસો દિન - 7 માં રજૂ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...