નોટિસ:પાલિકાની મંજૂરી વિના બાંધકામ કરવા બાબતે પુરાવા રજૂ કરવા નોટિસ

વિરમગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ હાઇવે પર આવેલી હોટલનો વિવાદ

વિરમગામ નગરપાલીકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને અરજકર્તા કુમાર જાદવ દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદ માં જણાવ્યા અનુસાર અરજકર્તા દ્વારા હાઇકોર્ટમાં કરેલી સ્પે.સી.એપ્લિ.નં1043 3/21 મા હોટલ આસોપાલવ નું મંજૂરી વગર ના બાંધકામમાં વધારાનું બાંધકામ દૂર કર્યું હતું. તે બાંધકામ પુનઃ થતું રોકવા બાબત માંગ કરાઇ છે.

હોટલ આસોપાલવ નું બાંધકામ મંજૂરી વગર હતું તેમાં કોર્ટ મેટર બનતા પ્લાન મુજબનું બાંધકામ મંજુર કરવામાં આવ્યું હતંુ જે તે સમયે પ્લાન બાંધકામ દૂર કરી મંજુરી મેળવી છે હાલ પૂર્ણ બાંધકામ કરી પ્લાન મંજૂર કરાવ્યો છે જે રદ કરવા અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. અરજદાર દ્વારા પ્રાદેશિક કમિશનર અમદાવાદ અને વિરમગામ નગરપાલિકા પ્રમુખને અરજી ની નકલ 4 મેં 2022ના રોજ મોકલી આપી હતી.

જે બાબત વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ દ્વારા 1જુન 2022ના રોજ હોટલ આસોપાલવ ને RPAD દ્વારા ગેરકાયદે બાંધકામ બાબત નોટિસ મોકલી છે જેમાં જણાવ્યા અનુસાર વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 392(જુનો રે.સર્વે નં.949) વાળી જગ્યામાં હોટલ આસોપાલવ, ઓનેસ્ટ હોટલ નું બિલ્ડીંગ, ઓનેસ્ટ ફરસાણનો સ્ટોલ, આસોપાલવ ગેસ્ટ હાઉસ, બેન્ક્વેટ હોલનું IFP પોર્ટલ ઉપર એપ્લિકેશન થી બાંધકામની મંજૂરી મેળવી છે

જેમાં આપના દ્વારા અમદાવાદ વિરમગામ હાઈવે બાજુમાં આવેલા પાનના ગલ્લાની તોડવાની મજુરી ભૂતકાળમાં આપવામાં આવી હતી આ મંજૂરી ના સંદર્ભે આપના દ્વારા પાનનો ગલ્લો થોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી પરંતુ તાજેતરમાં આપના દ્વારા ખુલ્લી જગ્યામાં પાનના ગલ્લા નું બાંધકામ કરવામાં આવ્યું છે આ બાંધકામ કરવા માટે નગરપાલિકાની કોઈ મંજૂરી મેળવેલ હોય તો તે અંગેના પુરાવા દિવસ 7 માં પાલિકાની કચેરીએ રજુ કરવા જણાવવામાં આવ્યું છે અન્યથા કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...