તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોષ:વિરમગામમા પ્રથમ વરસાદમાં નવા બનાવેલા RCC રોડની પોલ ખૂલી

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરમગામ શહેરમાં ટાવરથી ગોલવાડી દરવાજા પાસે 34 લાખના ખર્ચે નવા બનાવેલ RCC રોડની પ્રથમ વરસાદમા જ પોલ ખુલી. - Divya Bhaskar
વિરમગામ શહેરમાં ટાવરથી ગોલવાડી દરવાજા પાસે 34 લાખના ખર્ચે નવા બનાવેલ RCC રોડની પ્રથમ વરસાદમા જ પોલ ખુલી.
  • તાજેતરમાં રૂ.34 લાખનો ખર્ચે RCC રોડ બન્યો હતો
  • રોડ જર્જરિત થતાં પ્રજા અને વેપારીઓમાં આક્રોષ

ટાવરથી ગોલવાડી દરવાજા સુધીનો ₹34 લાખનો આરસીસી રોડ તાજેતરમાં જ નવું બનાવવામાં આવેલ છે ત્યારે માત્ર દસ દિવસના ટૂંકાગાળામાં આરસીસી રોડ ઉપર કપચી અને સળિયા બહાર નીકળવા લાગ્યા અને ઢાળ પણ અપાઈ નથી જેથી ગોલવાડી દરવાજા પાસે પાણીના ખાબોચિયા ભરાઈ રહે છે.

પ્ર​​​​​​​જા-વેપારીઓમાં છુપો આક્રોષ વ્યક્ત કરાયો છે. ગોલવાડી દરવાજાથી ટાવર સુધીના નૂતન રોડ બનાવવા માટે ગોલવાડી દરવાજાથી હજારી આઈસ્ક્રીમ સુધીના વેપારીઓના ઓટલાના દબાણો દૂર કરાય છે. વેપારીઓના ઓટલાના દબાણો અમુક વ્યક્તિઓના રાજકીય વગના કારણે દૂર કરાયા નથી. ત્યારે પાલિકા ચીફ ઓફિસર અને હોદ્દેદારોની વેપારીઓ તરફી વ્હાલા દવલાની બેધારી નીતિએ પણ ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...