ધરણા:અમદાવાદમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ધરણા

રામપુરાભંકોડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંવાળ પંથકના કોગ્રેસના અગ્રણીઓ જોડાશે

તાનાશાહી ભાજપ સરકાર દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી પર કરવામાં આવેલા ખોટા કેસના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભારતભરમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ મેમનગર માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે 9:00 કલાકે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાશે. વિરમગામ કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ની રાહબર હેઠળ વિરમગામ, માંડલ, દેત્રોજ- રામપુરા સહિત પંથકના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચી ધરણા પ્રદર્શન કાર્યક્રમ માં જોડાશે.

ધરણા પ્રદર્શન કાર્યક્રમ માં મોટી સંખ્યામાં પક્ષના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજર રહેવા લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ દ્વારા એક યાદીમાં જણાવાયું છે. ઇડી દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધીને હાજર થવા જે સમન્સ આપવામાં આવ્યંુ છે. જેના વિરોધમાં આજે સોમવારે દેશભરમાં તેનો વિરોધ યોજવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના અગ્રણીઓ અને કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાશે અને વિરોધ કરાશે. ઇડી કચેરીએ જઇ અગ્રણીઓ અને કાર્યકરો ધરણાં યોજશે.

અન્ય સમાચારો પણ છે...