ભૂલનો એકરાર:સાસંદ સોમાભાઈ પટેલની કોંગ્રેસ પરિવારમાં ઘર વાપસી

વિરમગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ બેઠકની ચૂંટણીમાં સમીકરણો બદલાશે

સોમાભાઇ ને પોતાની ભુલ કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યાર પછી સોમાભાઇને ભૂલનો એકરાર થતાં અને હવે પછી કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાપૂર્વક અને શિસ્તમાં રહીને પક્ષનું કામ કરશો તેવી ખાતરી આપી હતી. હવે પછી કોંગ્રેસ પક્ષમાંનિષ્ઠાપૂર્વક અને શિસ્તમાં રહીને પક્ષનું કામ કરશો તેવી ખાતરી આપતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર સોમાભાઇનું સસ્પેન્શન રદ કરવામાં આવે છે. તે બાબતનો પત્ર 19 નવેમ્બર 2022ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શિસ્ત સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલ દ્વારા સોમાભાઈ પટેલને મોકલી આપવામાં આવ્યો હતો.

વિરમગામ વિધાનસભાની સીટ ઉપર કોંગ્રેસ તરફથી લાખાભાઈ ભરવાડને રીપીટ કરવામાં આવેલ છે અને થોડા દિવસ પહેલા જ ભાજપમાંથી પુનઃ કોંગ્રેસમાં ચુવાળ પંથકના અગ્રણી મનુજી ઠાકોર જોડાયા છે ત્યારે આ સીટ ઉપર સોમાભાઈ પટેલની કોંગ્રેસમાં ઘર વાપસીથી વિરમગામ વિસ્તારમાં કોળી પટેલ સમાજના 20,000 જેટલા મતદારો હોવાનું અનુમાન છે. ત્યારે કોળી પટેલ સમાજના આગેવાન તરીકે સોમાભાઈ પટેલ જાણીતા છે ત્યારે વિરમગામ સહિત નળકાંઠા વિસ્તાર સહિતના વિધાનસભા વિસ્તાર સહિત સુરેન્દ્રનગરની વિધાનસભાની સીટો ઉપર સોમાભાઈ પટેલ કોંગ્રેસને મજબૂતી અપાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...