કાર્યકર્તા સંમેલન યોજાયું:કોંગ્રેસ, આપના 40થી વઘુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા

વિરમગામ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ નળકાંઠાના કુમારખાણ ગામે કાર્યકર્તા સંમેલન યોજાયું

વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ દ્વારા કોંગ્રેસ અને આપના હોદ્દેદારોને કેસરીઓ ખેસ પહેરાવી આવકારાયા હતા. કોંગ્રેસના પુર્વ સદસ્ય રાયમલ મેર, વાડીલાલ કો.પટેલ, કુમારખાણના સરપંચ રાજુભાઈ પટેલ તથા તેમના પંચાયતના સભ્યો સહિત આપના પૂર્વ હોદેદારો કુંવરજી ઠાકોર, છોટા હાર્દિક, અમિત રબારી, ચંદ્રકાંત ગજ્જર, મહેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસ અને આપના 40થી વઘુ હોદ્દેદારો, સક્રીય કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

વિરમગામ તાલુકાના નળકાંઠાના કુમારખાણ ગામે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના ભાજપના સદસ્યો 10થી વધુ સ્થાનિક ગામોના સરપંચો, તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહિત 2,500 લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અહીંયા 50 બેડની હોસ્પિટલ, એસએસસી, એચએસસીના પરીક્ષા કેન્દ્ર સહિત સારી સ્કૂલ કોલેજો લાવીશું.

અન્ય સમાચારો પણ છે...