કોરોના અપડેટ:વિરમગામ શહેર-ગ્રામ્યમાં સપ્તાહમાં કોરોનાના 20થી વધુ કેસ નોંધાયા

વિરમગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે

સમગ્ર ગુજરાતના મહાનગરો માં દિનપ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ કોરોના કેસમાં સતત વધી રહ્યા છે ત્યારે વિરમગામ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે વિરમગામ શહેર તાલુકા માથી ખાનગી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ શહેર અને ગ્રામ્ય માં 20થી વધુ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે અને દિન-પ્રતિદિન સંક્રમણ વધી રહ્યુ છે

ઉલ્લેખનીય છે કે કોરોના ના કેસની માહિતી સ્થાનિક તંત્ર તેમજ જિલ્લામાંથી આપવામાં આવતી નથી આરોગ્ય તંત્ર ના આધારભૂત સૂત્રો પાસેથી આંકડાકીય માહિતી પ્રાપ્ત થઇ રહી છે વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ સહિત દસકોઈ નો ચાર્જ સંભાળતા હોય બુધવારના રોજ વિરમગામ ખાતે આજનો હોય ટેલિફોનિક સંપર્ક થી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે રાહત ની વાત એ છે કે કોરોનાના વધતા કેસ સામે ગભરાવાની જરૂર નથી કોરોના સંક્રમિત વ્યક્તિ હોમ કોરોન્ટાઇલ રહીને દવા લઈ 5 થી 6 દિવસોમાં સાજા થઇ રહ્યા છે પરંતુ સાવચેતી જરૂરી છે.

હાલમાં શિયાળાની ઠંડીનું જોર વધુ હોય શરદી ઉધરસ સહિત તાવના કેશો વધી રહ્યા છે ત્યારે કોરોનાથી બચવા માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. વિરમગામ પોલીસ અને પ્રશાસન દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અંગેની ગાઈડલાઈનનો અમલ કરવા માટે રીક્ષાઓમાં લાઉડ સ્પીકર દ્વારા જાહેર ચેતવણી જાહેર કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...