આયોજન:181થી અધિક મુમુક્ષુઓ ભાવિ દીક્ષાર્થીની પધરામણી અને સત્કાર સમારોહ યોજાશે

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ સકલ સંઘનાં ભાઈ-બહેનો તેમજ ચારેય ફિરકાઓના ભાઈ-બહેનોને મુમુક્ષુનાં વધામણા કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

વિરમગામ સકલ સંઘને મુમુક્ષુના દર્શનનો અદભુત લાભ તા. 16/12/2021 ગુરૂવાર પાવન નીશ્રા દાતા સુલતાન પારસનાથ તીર્થના ઉદ્ધારક ગચ્છાધિપતિ રાજશેખર સૂરિશ્વરજી મહારાજા વિરમગામ સકલ સંઘના ભાઈ-બહેનો તેમજ ચારેય ફિરકાઓના ભાઈ-બહેનોને મુમુક્ષુના વધામણા કરવાનો ભવ્ય કાર્યક્રમ વિરમગામ ટાઉન હોલ ખાતે યોજાઈ ગયો.

વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ઐતિહાસિક અલૌકિક ભવ્યાતિભવ્ય 181થી અધિક મુમુક્ષુઓ ભાવિ દીક્ષાર્થીની પધરામણી અને સંયમ સત્કાર સમારોહ પણ યોજાશે વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે સુલતાન પાર્શ્વનાથ તીર્થ ના ઉદ્ધારક સૂરિમંત્રના ધારક ગચ્છાધિપતિ રાજશેખર સૂરિશ્વરજી મહારાજ સાહેબ ની શુભ નિશ્રામાં 119 કલ્યાણકની ભૂમિની સ્પર્શના કરી વિરમગામ શહેરના સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે તારીખ 16 /12/ 2021ને ગુરૂવારના રોજ 181 થી અધિક ભાવિ મુમુક્ષુઓ ના વધામણા કરવામાં આવ્યા હતા.

અને ચોવીયાર કરી જુનાગઢ ગિરનાર તીર્થ પ્રયાણ કરશે વિરમગામ શહેરના ઈતિહાસમાં સૌપ્રથમવાર એકી સાથે 181 મુમુક્ષુ (ભાવિ દીક્ષાર્થી)ઓ ની પધરામણી સૌપ્રથમ વખત થતી હોય વિરમગામ શહેરના જૈનો અને જૈનેતરમાં અનેરો ઉત્સાહ ઉમંગ સાથે કાર્યક્રમ યોજાયો હતો.

એકી સાથે 181 ભાવિ દીક્ષાર્થીઓ ના પગલા વિરમગામની ધન્ય ધરા ઉપર પડશે તેઓશ્રીનું આ ભવ્યાતિભવ્ય સંયમ સત્કાર અને બહુમાન જૈન શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૈન સમાજ સહિત અન્ય નગરશ્રેષ્ઠી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રસિદ્ધ કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા ભાવી દીક્ષાર્થી ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...