તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બસલાણા પાસે મિનિ ટ્રક પલટી જતાં 30થી વધુ ઘાયલ, 2 ગંભીર, વિરમગામ-બહુચરાજી હાઈ-વે પર થયેલો અકસ્માત

વિરમગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ટ્રાફિક પોલીસ રહેમ નજર હેઠળ બેરોકટોક વાહનો ફરી રહ્યા છે 2 લોકોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા

વિરમગામ-બહુચરાજી હાઈ-વે પર દસલાણા ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં કરસનપુરા ગામેથી 50થી વધુ વર્કર ભરીને જઈ રહેલી 407 મિનિ ટ્રક પલટી જતાં 30થી વધુ લોકોને ઈજા થઈ હતી. ઘાયલોને વિરમગામ અને સીતાપુરની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં 2 લોકોને ગંભીર ઈજા થતાં તાત્કાલિક અમદાવાદ રીફર કરાયા હતા. કરસનપુરા ગામેથી દસલાણા ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં બુધવારે સવારે વર્કરોને લઈને મિનિ ટ્રકનો ચાલક આવી રહ્યો હતો. દરમિયાન પુરપાટ ગતિએ વાહન ચલાવતા ચાલકે કાવું મારતાં પાછળ બેઠેલા વર્કરો એક તરફ થઈ જતાં ગાડી પલટી ગઈ હતી.

ઘાયલોની ચીસાચીસથી અફરાતફરી ભર્યું વાતાવરણ સર્જાયું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે વિરમગામ-બહુચરાજી હાઈ-વે પર નાની-મોટી કંપનીઓ આવેલી છે જેથી ખાનગી વાહનચાલકો દ્વારા વર્કરો અને મુસાફરો ભરીને ખાનગી વાહનો અને ઓવરલોડ ટ્રકો સહિતના વાહનોથી રોજ ધમધમે છે પરંતુ માત્ર 45 કિમીના પટ્ટામાં બહુચરાજી, વિઠલાપુર, માંડલ, વીરમગામ રુરલ, વિરમગામ ટાઉન જેવાં પોલીસ સ્ટેશનોની હદ લાગે છે અને જિલ્લા ટ્રાફિકની રહેમનજર તળે ખાનગી સાધનો તેમજ ટ્રાન્સપોર્ટર વાહનોમાં ઘેંટાં-બકરાની જેમ મુસાફરો ભરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...