આમરણ ઉપવાસની ચીમકી:વિરમગામના વોર્ડ 4, 5 અને 9ના સદસ્યોએ ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત - મૌખિક રજૂઆત

વિરમગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ-શહેરના વોર્ડ 4,5 અને 9 ના સદસ્યોની લેખિત રજુઆત - Divya Bhaskar
વિરમગામ-શહેરના વોર્ડ 4,5 અને 9 ના સદસ્યોની લેખિત રજુઆત
  • વિરમગામ ભાજપ સદસ્યો બાદ હવે અપક્ષ સદસ્યોની આમરણ ઉપવાસની ચીમકી

વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસરને વોર્ડ નંબર 4-5 અને 9ના કાઉન્સિલરો નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા પ્રાથમિક સુવિધાઓ જેવી કે ઉભરાતી ભૂગર્ભ ગટરોની સાફ-સફાઈ, પીવાના પાણીમાં મિક્સ થતું ભુગર્ભ ગટરનું પાણી સહિત સ્થાનિક સદસ્યો દ્વારા પેન્ડિંગ કામો અંગે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં અમારા વોર્ડના કામો કરવામાં આવતા નથી.

તેમજ વોર્ડ નંબર 3-4 અને 9ના વિસ્તારો સહિતના રોડ રસ્તા ઉપર ઉભરાતી ભૂગર્ભ ગટર તેમજ પીવાના પાણી સાથે ભૂગર્ભ ગટરનું પાણી ભળતા ગંભીર રોગચાળો ઉભો થવાનો ભય રહેલ છે. રૈયાપુર ગટર પમ્પીંગ સ્ટેશન સાફ કરવા ગટર બાબતનો ઈજારો આપેલ હોય પરંતુ પૂરતા સાધનો અને મેન પાવરમાં પૂરતું બજેટ ફાળવતો નથી, ભટ્ટપુલથી ચોકસી બજાર સુધીનો રોડ બનાવવા, જૂની નગરપાલિકા પાસે આવેલ સંપનું તૂટેલું ધાબુ તાત્કાલિક નવું બનાવવા, ભરવાડી દરવાજા પાસે બ્રાહ્મણ વાસ પાસેથી નીકળતી વરસાદી પાણીના ગટર માટેનું તૂટેલું નાળુ બનાવવા, નગરપાલિકા પ્રમુખ તરફથી આ મહિના તેમજ જુલાઈ માસનું ફરજિયાત બોર્ડ બોલાવેલ નથી.

સેનેટરી ખાતા તરફથી સફાઈ કામદારો મહોલ્લા અને શેરીઓમાં મોકલવામાં આવતા નથી જેથી ઠેર ઠેર ગંદકી રહે છે, તેમજ વિરમગામના અન્ય વોર્ડોમાં પણ ઉભરાતી ભુગર્ભ ગટરો અને પીવાના પાણીમાં પડતા દૂષિત પાણીના પ્રશ્ન બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

અગાઉ રજૂ કરેલ કામો તેમજ અત્યારે રજૂ કરેલા જનહિતના કામો બાબતે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અપક્ષ કાઉન્સિલરો અને વોર્ડના રહીશોના સહકારથી તેમની સાથે અચોક્કસ મુદતના આમરણ ઉપવાસ પર બેસીને ગાંધી ચીંધ્યાં માર્ગે આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...