હડતાલ ચાલુ રાખવાનો હુંકાર:વિરમગામ જિલ્લાના તાલુકા મથક પર હડતાલ પર ગયેલા ફિલ્ડના આરોગ્ય કર્મીઓની મીટિંગ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ-પે સહિતની માંગણીઓનો સરકાર દ્વારા જીઆર કરવામાં ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો હુંકાર

પોતાની માગણીઓ ન સંતોષાતા 8મી ઓગસ્ટ 2022 થી જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મલ્ટી પર્પઝહેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર સહિતના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગૂરૂવારે અમદાવાદ જિલ્લાના દશક્રોઇ, વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા તાલુકાના હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની આગામી રણનીતિ નક્કી કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તમામ આરોગ્ય કર્મચારીઓએ નક્કી કર્યું છે કે, જ્યાં સુધી સરકાર દ્વારા ગ્રેડ પે સહિતની વિવિધ માંગણીઓના સંદર્ભમાં જીઆર નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ મક્કમતાથી ચાલુ રાખવામાં આવશે. કોઈ કર્મચારી પોતાની ફરજ પર હાજર થશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્ડના આરોગ્ય કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોને લઈને જેમાં ગ્રેડ-પે, ઝીરો કિલોમીટર પીટીએ તથા કોરોના વોરિયર તરીકે પોતાની પરવા કર્યા વગર, પોતાના પરિવારજનોની પરવા કર્યા વગર રજાઓના દિવસે જે કામ કરેલ હતું તેનું ભત્તું મેળવવા હડતાલ પર ઉતર્યા હતા. રાજ્ય સરકારે ઉમદા વલણ રાખીને આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કરવો જોઈએ અને તાત્કાલિક આ અંગેનો જીઆર પણ કરવો જોઈએ તેમ અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ આર.જી. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...