બેઠક:ભારે વરસાદને લઇ મદદનીશ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ મ.કલેક્ટરે તૈયારીના ભાગરૂપે બેઠક યોજી

વિરમગામ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પ્રવિણભાઇ ભટ્ટ દ્વારા 8 જુલાઇ 2022 રોજ વિરમગામ તાલુકા સેવા સદન ખાતે આગામી દિવસોમાં વર્ષાઋતુ તથા સંભવિત ભારે વરસાદની આગાહી ને ધ્યાને લઇને જિલ્લા કલેકટરની સુચનાનુસાર ડીઝાસ્ટર સબંધે મદદનીશ કલેકટર વિરમગામ પ્રાંત ની અધ્યક્ષતા માં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ તેમજ આ બેઠકમાં વિવિધ સરકારના વિભાગો દ્વારા કરવામાં આવેલ એક્શન પ્લાન તથા કોમ્યુનિકેશન પ્લાન/કોન્ટેક ડિરેક્ટરી સાથે ઉપસ્થિત રહેવા જે તે શાખાઓને જાણ કરી હતી.

જેમાં TDO, વિરમગામ ટાઉન/ નળ સરોવર/ રૂરલ પોલીસ અધિકારી, પાલિકા CO, માર્ગ અને મકાન સ્ટેટ માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાણી પુરવઠા વિભાગ સિંચાઇ વિભાગ આર.એફ.ઓ નળસરોવર બ્લોક હેલ્થ ઓફિસર, સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ અધિકારી સહિત, વિરમગામ એસટી ડેપો સહિતના 24 જેટલા વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ડીઝાસ્ટર અંગે સંકલન કર્યું હતું. નાયબ કલેકટર અને પ્રાંત દીપેશ કેડિયા દ્વારા દરેક વિભાગના અધિકારીઓને કોઈપણ સમયે ખડેપગે કામગીરી કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...