તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વિરમગામ પંથકમાં માલધારી સેનાએ ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકસેવા માટે એમ્બ્યુલન્સ સમર્પિત કરાઇ હતી. - Divya Bhaskar
લોકસેવા માટે એમ્બ્યુલન્સ સમર્પિત કરાઇ હતી.
  • સમયસર સરકારી એમ્બ્યુલન્સ ન મળતાં સ્વજનોએ જીવ ગુમાવવો પડે છે ત્યારે ઓક્સિજનના સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સ શરૂ કરાઇ

ગુજરાત માલધારી સેના દ્વારા કોરોના મહામારી ને લઈને વિરમગામ શહેર પંથકના કોરોનાગ્રસ્ત દર્દીઓ ને ઝડપથી સારવાર મળી રહે તે માટે વિરમગામ શહેર સહિત અમદાવાદની હોસ્પિટલમાં લાવવા લઈ જવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે ફ્રી એમ્બ્યુલન્સ સેવા સ્વ. કાનાભાઈ દેવશીભાઈ સભાડના પુત્ર વજુભાઈ કાનાભાઈ સભાડ સરપંચ (ગામ.વનથળ તા.વિરમગામ) અને પૌત્ર પીન્ટુભાઇ વજુભાઈ સભાડના સહયોગથી તારીખ 11|5|2021 ના રોજ જનસેવા માટે સમર્પિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં માલધારી સમાજ ના મહંત કેહુર ભગત(કમીજલાગાદી), નવદીપસિંહ ડોડીયા અમ.જી.ભાજપ મહામંત્રી સહિત માલધારી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

માલધારી સમાજ દ્વારા વિરમગામ શહેર ની તમામ કોવિડ હોસ્પિટલોમાં સવાર-સાંજ દર્દી અને તેના સંબંધોને નિશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. વિરમગામ શહેરમાં સરકારી હોસ્પિટલ કે નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ નથી કોરોના મહામારી ને લઈને નગરજનો દ્વારા સરકાર પાસે વારંવાર એમ્બ્યુલન્સની માગણી કરવામાં આવે છે છતાં સરકાર દ્વારા તાત્કાલીક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ નથી ત્યારે માલધારી ગુજરાત માલધારી સમાજ દ્વારા વિરમગામ શહેર અને પંથક માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવતા જરૂરિયાત મંદોને તેનો લાભ મળશે ત્યારે આવા કપરા કાળમાં તાતી જરૂરિયાત માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવે તો વિરમગામ પંથકના જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થઈ શકે સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...