માંડલ ટાઉન વિસ્તારના રાણીપુરાવાસમાંથી અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે રહેણાકના મકાનમાં આવેલ કબાટની આડમાં ગુપ્ત રૂમ બનાવી સંતાડેલા વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન કુલ નંગ 3,309 કિંમત રૂપિયા 4,82,016નો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક વી. ચંદ્રશેખર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવાની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયા LCB ના માર્ગદર્શન હેઠળ જયદીપસિંહ વાઘેલાએ માંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણીપુરા વાસ ખાતેથી રહેણાકના મકાનમાં LCB PI આર એન કરમટીયા ,PSI એચ.આર. પટેલ,PSI આર.બી.રાઠોડ,હે.કો.જયદીપસિંહ વાઘેલા, રાજુજી ઠાકોર,ઈસ્માઈલબેગ મિર્ઝા, કપિલદેવસિંહ વાઘેલા,પો.કો. જમનભાઈ જાદવ અનુપસિંહ સોલંકી સહિત Lcપોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ફરાર આરોપી રમેશજી પથાજી ઠાકોરના રહેણાંક મકાન ખાતે આવી તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ કઈ મળી આવેલ નહીં વધુ તપાસ કરતા રહેણાંક મકાનમાં બનાવેલ કબાટના છેલ્લા ખાનામાં લાકડાનું પાટિયું બોલ્ટ મારી ફીટ કરી અંદર ગુપ્ત રૂમ બનાવ્યો હતો જે ગુપ્ત રૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ બોટલ અને બિયરના ટીન મળી કુલ નંગ3,309 ઝડપી પાડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.