તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિરમગામ ભૂગર્ભ ગટરના કામો આશરે 8 વર્ષ પહેલા 24.48 કરોડો રૂપિયાના કરવામાં આવ્યા હતા. જે કામો ગુજરાત શહેરી વિકાસ કંપની ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા તથા ક્ષતિગ્રસ્ત કામોને લઈને શહેરમાં ઠેર-ઠેર ગટર ઉભરાવાના બનાવો બની રહ્યા છે. જે કામો પૂરા કરવા અને આ ગંભીર પ્રશ્ને વચગાળાના નિકાલ માટે ઉચ્ચક રકમ ફાળવી આપવા વાઇસ પ્રેસિડેન્ટ શહેરી વિકાસ કંપની જીયુડીસી લિમિટેડ ગાંધીનગરને પત્ર દ્વારા રજૂઆત કરાઇ છે.
પત્રમાં જણાવ્યા અનુસાર વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સેક્સ જીયુડીસી દ્વારા કુલ 2 ફેજમાં કરવામાં આવી છે. આ કામગીરી પછી નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઊભરાવાની અને ગટરનું પાણી બહાર આવવાની સમસ્યાઓ મોટાપાયે ઉભી થઇ છે. જે બાબતની આપની કચેરી વાકેફ છે. આ કચેરી દ્વારા સંદર્ભ તળેથી અવાર નવાર આ સમસ્યાના નિવારણ માટે રજૂઆતો કરાઇ છે. પરંતુ તે બાબતે હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ થયેલ નથી.
જેના કારણે નાગરિકોની આ કચેરી અસંખ્ય રજૂઆતો મળે છે નાગરિકોમાં ગટર ઉભરાવા બાબતે આક્રોશ જોવા મળે છે આ આ પરિસ્થિતિમાં નગરપાલિકા કચેરી ખાતે ઘણીવાર નાગરિકો સાથે ઘર્ષણના બનાવો પણ બને છે. વિરમગામ શહેરની ફેસ વન અને ટુ ની 20થી વધુ જગ્યાના કામો બાકી છે ભૂગર્ભ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા નથી ફેસ 3નું કામ બાકી છે જે કાર્યરત કરવામાં ખૂબ ઢીલ થયેલ છે જેથી આ તાકીદની બાબતે પુરક કામો બાબતે રૂપિયા 500 લાખ નગરપાલિકાને ફાળવી આપવા અથવા આપની કક્ષાએથી યોગ્ય એજન્સીઓ પાસે કામ કરાવવા માંગ કરવામાં આવી છે. ત્યારે શહેરભરમાં ચર્ચા હતી કે પાંચ વર્ષથી નગરપાલિકા સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા ભૂગર્ભ ગટરના નિવારણ માટે વારંવારની રજૂઆતો સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવી નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.