તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિરમગામના મોટા ગોરૈયાથી 10 જુગારીઓને LCBએ ઝડપી લીધા

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે કરાઇ કાર્યવાહી, 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

વિરમગામ પંથકમાં જુગારની બદી ફૂલી ફાલી છે ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી દ્વારા વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામેથી રૂપિયા 25 હજારથી વધુની મતા સાથે 10 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્ત નાબુદ કરવા સારુ અલગ-અલગ ટીમ બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા ખાનગી બાતમીદારોને કામે લગાડ્યા હતા.

જે દરમિયાન વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામે આ.પો.કો જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ,આ.પો.કો કપિલદેવસિંહ ઇન્દ્રસિંહ વિરમગામ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોરૈયા ગામ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોટા ગોરૈયા ગામ ની સીમમાં ધરમશીભાઈ જગજીવનભાઈ પટેલ ના બોર ના કુવા બહાર ઈલેક્ટ્રીક લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા સ્થળ પર રેડ કરતા તીન પત્તીનો જુગાર રમતા 10 શખ્સોને રૂપિયા 25,400/- સાથે ઝડપી પાડેલ

જેમાં અનંતકુમાર અમૃતલાલ સોની,ધવલભાઇ પ્રવીણભાઈ ઠક્કર, વિપુલ મનુભાઇ શાહ, ઘનશ્યામભાઈ હરિભાઈ પુજારા, શાંતિભાઈ ભુપતભાઈ ઠાકોર, નજીરભાઈ મુસ્તુફા ખેડુવોરા, ઈમરાન ભાઈવલી મોહમ્મદ મનસુરી, વિષ્ણુભાઈ ભગવાનભાઇ પટેલ, ઇબ્રાહીમભાઇ ગુલામહુસેન ખલીફા, ફારૂકભાઇ બચુભાઈ કુરેશીને કુલ રૂ.25,400ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી વિરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. રાતે જુગારની પ્રવૃતિ ચાલતી હોવાથી પોલીસ રાતે દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...